35.1 C
Ahmedabad
Monday, March 2, 2026

તથ્ય પટેલ અકસ્માત કેસ મામલે FSLના રિપોર્ટમાં થયો સૌથી મોટો ખુલાસો, 142 કિમીની સ્પીડ પર હતી કાર


તથ્ય પટેલે કરેલા અકસ્માત મામલે હવે મોટો ખુલાસો થયો છે. FSLના રિપોર્ટે મોટી પોલ ખોલી દીધી છે. તથ્ય પટેલના વકીલે અગાઉ બચાવ કરતા ઓછી સ્પીડ હોવાનું કહ્યું હતું જ્યારે તથ્યએ વીડિયોમાં 120 કિમીની સ્પીડ પર કાર હોવાનું કહ્યું હતું તેવામાં એફએસએલના રીપોરમાં મોટો ખુલાસો થયો છે. કાર 142.5 કિમીની સ્પીડ હવામાં ઉડતી હોય તે પ્રકારે દોડી રહી હતી.

ઈસ્કોન બ્રિજ પર 19મી જુલાઈની રાત્રે થયેલા મોટા અકસ્માતમાં જગુઆરની ઝડપ 120 કિમી પ્રતિ કલાકની ન હતી. અમદાવાદ પોલીસને મળેલા એફએસએલ રિપોર્ટમાં જગુઆરની સ્પીડ 142.5 કિલોમીટર પ્રતિ કલાક હતી.

19 જુલાઈની રાત્રે એસજી હાઈવે પર ઈસ્કોન બ્રિજ પર એક ઝડપી જગુઆરે 21 લોકોને કચડી નાખ્યા હતા. જેમાં 9 લોકોના મોત થયા છે. બે ઘાયલોની હાલત હજુ પણ ગંભીર છે. જગુઆર બેફામ રીતે રેસરની જેમ ચલાવતા નવ લોકોનો જીવ લેનાર તથ્ય પટેલની કારના આ રીપોર્ટમાં મોટો ખુલાસો સામે આવ્યો છે.

એસજી હાઈવે પર 60થી 80 કિમીની સ્પીડ લિમિટ માટેના બોર્ડ લગાવવામાં આવ્યા છે. સ્પીડ ગન વગેરે જેવી ટેકનિક પણ છે આ સાથે સીસીટીવી કેમરા પણ છે તે છતાં પણ કડક કાર્યવાહી ન કરાતા આ મામલે આ નબીરાઓ બેફામ બની રહ્યા છે જેનો ભોગ લોકો બની રહ્યા છે. આ પ્રકારની સ્પીડ શહેરના હાઈવે પર હોવાથી અનેક લોકો તેનો ભોગ બને છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -