31 C
Ahmedabad
Monday, March 2, 2026

જૂનાગઢ વરસાદનું રૌદ્ર સ્વરુપ, ગાડીઓ તણાઈ, જીવ બચાવવા લોકો તેમની ઘરોના છતો પર બેઠા


વરસાદનું રૌદ્ર સ્વરુપ સામે આવ્યું છે. ભવનાથ સહીતના વિસ્તારોમાં પાણી જ પાણી ફરી વળ્યા છે. ચારે તરફ વરસાદી પાણી જોવા મળી રહ્યા છે જેમાં વાહનો પણ તણાઈ રહ્યા છે. પુર જેવી સ્થિતિ ગીરનાર અને દાતારમાં ભારે વરસાદ ખાબક્યો છે. હોનારત જેવી સ્થિતિ સર્જાઈ છે.

ધોધમાર વરસાદના કારણે કાર સાથે એક નાગરીક પણ તણાયો હતો. ભવનાથ ટળેની વિસ્તારો, દોષીપરા. મોતીબાગ, બસ સ્ટેન્ડ સહીતના વિસ્તારોમાં ભારે વરસાદથી પાણી જોવા મળ્યા છે.

સવારથી વરસાદ પડી રહ્યો છે. મધ્યમાંથી પસાર થતા વોકળામાં પણ પાણી આવ્યું છે. ત્યારે કાળવા વોકળાના કાંઠે આવેલી સોસાયટીઓમાં પાણી ભરાયા છે. ગીરનાર જંગલ અને દાતાર પર્વત પર વરસાદ પડતા પાણી જ પાણી જોવા મળી રહ્યા છે. સોસાયટીઓ, લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. ઘરોમાં પાણી ફરી વળતા ક્યાંક લોકો જીવન જોખમને તેમની છત પર બેઠા છે.

આગામી 24 કલાકમાં વધુ વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે વધુ પરિસ્થિતિ વિકટ બની શકે છે. સૌરાષ્ટ્રમાં જૂનાગઢ જિલ્લામાં બે દિવસ પહેલા પણ ભારે વરસાદ પડ્યો હતો. ત્યારે ફરી વિકટ સ્થિતિ જોવા મળી રહી છે. લોકો કાંઠા વિસ્તારમાં ન રહે અને નદી કિનારાથી દૂર રહે તે પણ જરુરી છે ત્યારે તંત્ર દ્વારા નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોને ખસેડવામાં આવી રહ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -