તથ્ય પટેલને સરખેજ પોલિસ સ્ટેશન લાવવામાં આવ્યો. તેની સાથે તેના પિતા તેમજ કારમાં સવાલ અને યુવક અને યુવતીઓની પણ અટકાયત કરવામાં આવી હતી હોસ્પિટલથી છુપાવીને તેને સરખેજ પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો
પુરાવા મોકલવા માટે એફએસએલની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી . પોલીસ પુરાવ મુકશે ત્યારબાદ કાર્યવાહી થશે. તથ્યના પિતાની પણ અટકાયત કરવામાં આવી . ત્યારે બન્ને સામે કાર્યવાહી કરવામાં આવશે. 9 લોકોના પરીવારજનોએ તેમના વ્હાલસોયાને ગુમાવ્યા છે ત્યારે આ મામલે સપ્તાહમાં ચાર્જસીટ ફાઈલ કરવામાં આવશે. આ મામલે પીઆઈથી લઈને કમિશનર સહીતના અધિકારીઓ દ્વારા આજે રીપોર્ટ ગૃહ વિભાગને સોંપવામાં આવશે.
તથ્ય પટેલ સહીત તેના પિતા અને અન્ય 6 લોકોની અટકાયત કરાઈ છે. તેની સાથે રહેલા યુવક અને યુવતીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા જ્યારે તેના પિતા તથ્યને ત્યાં લેવા માટે પહોંચ્યા હતા. તેમને તેમના દિકરાનું દુખ દેખાયું પરંતુ અન્ય ઘાયલોનું દુખ ન દેખાયું જેથી તથ્યને લઈને તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર તેમાંથી બે લોકો એવા હતા કે જેમાં હોસ્પિટલ જતા મોત નિપજ્યું હતું તો કેટલાકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો ત્યારે હવે સમગ્ર મામલે કાનુની કાર્યવાહી પોલીસ દ્વારા તેજ કરવામાં આવશે.

