21 જૂન બુધવારના રોજ વિશ્વ યોગ દિવસ છે ત્યારે અમદાવાદ શહેર અને જિલ્લામાં 4.50 લાખ લોકો યોગમય બનશે. શહેરમાં વિવિધ સ્થળે વિશ્વ યોગ દિવસના આયોજનો કરવામાં આવશે. જેમાં 2 લાખ જેટલા વિદ્યાર્થીઓ સામેલ થશે. આ ઉપરાંત અમદાવાદના વિવિધ તાલુકામાં પણ વિશ્વ યોગ દિવસે યોગાસન કરતા લોકો આવતીકાલે જોવા મળશે.
અમદાવાદમાં આ સ્થળો પર યોગ દિવસનું થશે આયોજન
આઈઆઈએમ, ગાંધી આશ્રમ, ઈસરો, સાયન્સ સિટી, કોચરબ આશ્રમ, રીવરફ્રન્ટ, અટીરા, વિવિધ સ્કૂલ તેમજ યુનિવર્સિટી અને કોલેજ કેમ્પસમાં આયોજનો થશે.
જિલ્લામાં પણ થશે આયોજનો
જિલ્લા અને તાલુકા કચેરી, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, પોલીસ સ્ટેશનો, પંચાયત, આરોગ્ય કેન્દ્રો વગેરે જગ્યાએ યોગને લગતા આયોજન થશે.
ખાસ કરીને આ વખતે વિશ્વ યોગ દિવસ કોરોના બાદ મોટી સંખ્યામાં ઉજવાઈ રહ્યો છે. ત્યારે મોટી સંખ્યામાં લોકો જોડાશે. રાજ્ય કક્ષાનો યોગનો કાર્યક્રમ આ વખતે સુરત ખાતે થઈ રહ્યો છે ઉપરાંત અન્ય આયોજનો પણ થઈ રહ્યા છે. દર વખતની જેમ આ વખતે પણ યોગની વિશેષતાઓને લઈને લોકોને સમજાવવામાં આવશે. ત્યારે આજે અમદાવાદમાં ક્રેડાઈના ગાર્ડનના ઉદઘાટન દરમિયાન તેમને પણ નરેન્દ્ર મોદીએ વિશ્લ યોગ દિવસની શરુઆ કરાવી હતી તેના વિશે વાત કહી હતી.

