દાહોદ તાલુકાના કતવારા પોલિસે રાતના સમયે ખંગેલા ચેકપોસ્ટ પરથી નાકાબંધી દરમ્યાન રૂા. ૨૯.૪૪ લાખ ઉપરાંતની કિંમતની વિદેશી દારૂની ૫૭૫ જેટલી પેટીઓ સાથે ટાટા કંપનીનું લેનેન આર્ટીક્યુ લેટેડ કન્ટેનર પકડી પાડી રૂા. ૧૩ લાખનું કન્ટેનર તથા રૂા. ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ મળી રૂા. ૪૨,૪૯,૨૦૦ની કિંમતના મુદ્દામાલ સાથે કન્ટેનરના ચાલકની અટક કરી ચાલક સહીત કુલ ચાર જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આર.જે. ૧૯ જી.ઈ-૧૩૨૧ નંબરના ટાટા કંપનીના સલેનન આર્ટીક્યુલેટેડ કન્ટેનરમાં મધ્યપ્રદેશ બાજુથી વિદેશી દારૂનો જંગી જથ્થો મુંદ્રા લઈ જવાનો હોવાની કતવારા પી.એસ.આઈ એ.પી.પરમારને બાતમી મળી હતી. જે બાતમીને આધારે કતવારા પી.એસ.આઈ પરમાર પોતાના સ્ટાફના માણશોને સાથે રાખી રાત્રીના સાડા દશ વાગ્યાના સુમારે ખંગેલા ચેકપોસ્ટ પર નાકાબંધી કરી પોતાના શિકારની રાહ જાેઈ રહ્યા હતા તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ રાજસ્થાન પાસીંગનું કન્ટેનર નજીક આવતાં જ પોલિસે તે કન્ટેનરને રોકી ઘેરી લીધું હતું અને કન્ટેનરમાં તલાસી લઈ રૂા. ૨૯,૪૪,૨૦૦ની કુલ કિંમતના ભારતીય બનાવટના ઈંગ્લીશ દારૂ રોયલ ચેલેંજર તથા મેકડોવેલની કુલ બોટલ નંગ-૬૯૦૦ ભરેલ પેટીઓ નંગ-૫૭૫ પકડી પાડી કન્ટેનરના ચાલક રાજસ્થાનના બોડમેર જિલ્લાના બેરીવાલા તલા ગામના મોહનલાલ પુરખા રામ ડુડીની અટક કરી તેની પાસેથી રૂા. ૫૦૦૦ની કિંમતનો મોબાઈલ પકડી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂા. ૧૩ લાખની કિંમતના કન્ટેનર સહીત રૂા. ૪૨,૪૯,૨૦૦નો મુદ્દામાલ કબજે લઈ સદર દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો અને ક્યાં પહોંચાડવામાં આવ્યો તે બાબતની પુછપરછ હાથ ધરવામાં આવી હતી જેના હરીયાણાના રોહતકના અર્જુન રામે વિદેશી દારૂ સાથેનું કન્ટેનર ચાલકને આપ્યું હોવાનું જણાવ્યું હતું અને સદર દારૂનો જથ્થો મંગાવનાર મુંદ્રાના ઈસમનું નામ સરનામું જાણવા મળ્યું ન હતું કારણ કે પ્રેમવીર નામનો ઈસમ જ્યાં ફોન કરે ત્યાં આપી આવવા જણાવ્યું હતું.
આ સંબંધે કતવારા પોલિસે કન્ટેનરના ચાલક રાજસ્થાનના બાડમેર જિલ્લાના બેરીવાલા તથા ગામના મોહનલાલ પુરમારામ ડુડી, હરીયાણા રોહતકના અર્જુન રામ સહીત કુલ ચાલ જણા વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

