24.1 C
Ahmedabad
Wednesday, March 4, 2026

ગાંધીનગર: સિવિલ હોસ્પિટલની બોઇઝ હોસ્ટેલના એક જ રૂમમાંથી ત્રણ વિદ્યાર્થીઓના રૂ. 52 હજારથી વધુ કિંમતના 3 મોબાઇલ ચોરાયા


ગાંધીનગરની સિવિલ હોસ્પિટલમાં આવેલી બોયઝ હોસ્ટેલમાં એક જ રૂમમાંથી રૂ. 52 હજારની કિંમતના ત્રણ મોબાઇલ ફોન ચોરાયા હોવાની ફરિયાદ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. હોસ્ટેલની રૂમમાં રહેતા ત્રણ વિદ્યાર્થીઓ ગરમી હોવાથી રૂમનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખીને સૂતા હતા ત્યારે કોઈ જાણભેદું મોબાઇલની ચોરી કરી ગયો હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગરમી હોવાથી મુખ્ય દરવાજો ખુલ્લો રાખી વિદ્યાર્થીઓ સૂતા હતા

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવેલી બોયઝ હોસ્ટેલના રૂમ નંબર 102માં મૂળ સિધ્ધપુરનો વતની શુભ રાકેશકુમાર પટેલ છેલ્લા 5 વર્ષથી રહે છે અને એમબીબીએસનો અભ્યાસ કરે છે. શુભની સાથે રૂમમાં દત્તકુમાર ત્રિવેદી અને રૂપી પટેલ પણ રહે છે અને અભ્યાસ કરે છે. 23 મેની રાતે શુભ અને તેના રૂમ પાર્ટનર અસહ્ય ગરમી હોવાથી રૂમનો મુખ્ય દરવાજો ખુલ્લો રાખીને બેડ પર મોબાઇલ મૂકીને સૂતા હતા. બીજા દિવસે સવારે જ્યારે શુભ ઉઠયો તો જાણ થઈ કે ત્રણેયના મોબાઇલ ફોન ચોરાઈ ગયા છે.

કોઈ જાણભેદું મોબાઇલ ચોરી ગયો હોવાની આશંકા

આ મામલે હોસ્ટેલમાં અલગ-અલગ જગ્યાએ તપાસ કરતા અને અન્ય વિદ્યાર્થીઓને પૂરપરછ કરવા છતાં પણ મોબાઇલની બાળ મળી નહોતી. આથી શુભે સેક્ટર -7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે 52 હજારની કિંમતના ત્રણ મોબાઈલ ફોન ચોરીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. રૂમનો દરવાજો ખુલ્લો હોઈ અને ત્રણેય વિદ્યાર્થીઓ ઘોર નિદ્રામાં સૂતા હોઈ કોઈ જાણભેદું તકનો લાભ લઈ મોબાઇલ ચોરી ગયો હોવાની આશંકા હાલ વિદ્યાર્થીઓમાં સેવાઈ રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -