રાની મુખર્જીએ 17 વર્ષની ઉંમરે ભજવ્યો સૌથી પડકારજનક રોલ, એવુ કરવું પડ્યું કે જે કોઈ ન કરી શકે….
રાની મુખર્જી 90ના દાયકાની ટોચની અભિનેત્રીઓમાંની એક રહી છે જેનો જાદુ આજે પણ પડદા પર જોવા મળે છે. આજે પણ તેમનો અભિનય લોકોના મનમાં તાજો છે અને વર્ષો પહેલા જેવો પ્રભાવ હતો તેવી જ અસર છોડે છે. રાનીએ પોતાના કરિયરમાં ઘણા પડકારજનક પાત્રો ભજવ્યા છે. પછી તેની ફિલ્મ બ્લેક હોય, હિચકી હોય કે મર્દાની વિવિધ પાત્રો અને વિવિધ પડકારોને ઝીલ્યા છે… પરંતુ તાજેતરમાં તેણે એક ઈન્ટરવ્યુમાં તેની સૌથી પડકારજનક ભૂમિકાનો ઉલ્લેખ કર્યો હતો.
આ ભૂમિકા 17 વર્ષની ઉંમરે ભજવી હતી
રાની મુખર્જીએ ઈન્ટરવ્યુમાં ખુલાસો કર્યો હતો કે 17 વર્ષની ઉંમરે માતાની ભૂમિકા ભજવવી તેના માટે સૌથી મુશ્કેલ હતું. વાસ્તવમાં કુછ કુછ હોતા હૈમાં ટીના બનેલી રાની મુખર્જી તે સમયે માત્ર 17 વર્ષની હતી. પરંતુ ફિલ્મના અમુક ભાગમાં, જ્યાં તે એક ગ્લેમરસ છોકરીની ભૂમિકામાં હતી, બાકીના ભાગમાં તેણે 8 વર્ષની માતાની ભૂમિકા ભજવવાની હતી. જ્યારે તેણી પોતે માત્ર 17 વર્ષની હતી. પરંતુ તેણે આ રોલને સુંદર રીતે ભજવીને આઇકોનિક બનાવી દીધો હતો.
નવી ફિલ્મ OTT પર રિલીઝ થઈ
રાની મુખર્જીની નવી ફિલ્મ તાજેતરમાં રીલીઝ થઈ હતી જેનું નામ મિસિસ ચેટર્જી vs નોર્વે છે. જે એક વાસ્તવિક ઘટના પર આધારિત ફિલ્મ હતી. ત્યારે આ ફિલ્મ OTT પર રિલીઝ થઈ છે. તમે તેને Netflix પર ગમે ત્યારે જોઈ શકો છો.
રાની ઈન્ડસ્ટ્રીમાં 30 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે
રાની મુખર્જી ટૂંક સમયમાં બોલિવૂડમાં 30 વર્ષ પૂર્ણ કરવા જઈ રહી છે. 90ના દાયકામાં તેણે રાજા કી આયેગી બારાતથી ડેબ્યૂ કર્યું હતું. જે બાદ તે મેંદીમાં પણ જોવા મળી હતી પરંતુ કરણ જોહરની ફિલ્મ કુછ કુછ હોતા હૈએ તેનું જીવન અને કરિયર બંને બદલી નાખ્યા હતા.

