રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) ને ગુજરાત ટાઇટન્સ (GT) સામેની તેમની છેલ્લી લીગ મેચમાં 6 વિકેટથી હારનો સામનો કરવો પડ્યો. આ હાર સાથે ટીમનું આ સિઝનમાં પ્લેઓફમાં પહોંચવાનું સપનું પણ ચકનાચૂર થઈ ગયું હતું. RCB તરફથી આ મેચમાં વિરાટ કોહલીએ સદી ફટકારી હતી. હવે RCB આઇપીએલમાંથી બહાર થયા બાદ લખનઉ ટીમના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા RCB ટીમની મજાક ઉડાવી છે.
આ સીઝનમાં ગુજરાત ટાઇટન્સ પ્રથમ વખત પ્લેઓફ માટે ક્વોલિફાય થયું હતું. 21 મેના રોજ, ચેન્નઈ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સે પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કર્યું હતું. ચોથી ટીમ માટે બેંગ્લોર અને મુંબઈ વચ્ચે જંગ હતો. મુંબઈ તેની છેલ્લી લીગ મેચમાં હૈદરાબાદને હરાવીને 16 પોઈન્ટ પર પહોંચી ગયું છે. પરંતુ આરસીબી તેની છેલ્લી મેચ જીતી શકી ન હતી અને 14 પોઈન્ટ સાથે સિઝનનો અંત આવ્યો હતો.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની હાર બાદ લખનઉ ટીમના ફાસ્ટ બોલર નવીન ઉલ હકે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક સ્ટોરી પોસ્ટ કરી છે. નવીને આ સ્ટોરીમાં એક વ્યક્તિનો હસતો ફોટો પોસ્ટ કર્યો છે. આ પોસ્ટ પરથી સ્પષ્ટપણે અનુમાન લગાવી શકાય છે કે તે હજુ પણ વિરાટ કોહલી સાથેના મેદાન પર થયેલી લડાઇને ભૂલી શક્યો નથી.
લખનઉ હવે 24 તારીખે એલિમિનેટર મેચમાં મુંબઈ સામે ટકરાશે
લખનઉ સુપર જાયન્ટ્સે તેની છેલ્લી લીગ મેચમાં કોલકાતાને 1 રનથી હરાવીને પ્લેઓફમાં પોતાનું સ્થાન સીલ કર્યું હતું. હવે RCB સામેની હાર બાદ, તે 24મી મેના રોજ એલિમિનેટર મેચમાં 5 વખત આ ટ્રોફી જીતનાર મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે.
IPL 2023 Playoffs Schedule: આ ચાર ટીમ વચ્ચે જામશે જંગ, પ્લે ઓફમાં કોણ કોની સામે રમશે?
નવી દિલ્હી. IPL 2023નો લીગ સ્ટેજ રોમાંચથી ભરપૂર રહ્યો હતો. છેલ્લી મેચમાં પ્લેઓફનું સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું હતું. લીગ તબક્કાની છેલ્લી મેચમાં ગુજરાત ટાઇટન્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને હરાવ્યું અને આ સાથે જ RCBની પ્લેઓફમાં પહોંચવાની આશા સમાપ્ત થઈ ગઈ અને રવિવારે પ્રથમ મેચમાં સનરાઈઝર્સ હૈદરાબાદને હરાવીને મુંબઈ ઈન્ડિયન્સ પ્લેઓફમાં પહોંચનારી ચોથી અને છેલ્લી ટીમ બની ગઈ હતી. આ સાથે પ્લેઓફ શેડ્યૂલ પણ ફાઈનલ થઈ ગયું છે. મુંબઈ ઈન્ડિયન્સ લીગ તબક્કા બાદ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે.

