હાલ ઉનાળુ વેકેશન ચાલી રહ્યું હોય લોકો પોતાના પરિવાર સાથે પર્યટક સ્થળોએ ફરવા માટે નીકળે છે મૂળ રાજસ્થાનના અને હાલ કેશોદ રહેતા 50 જેટલા લોકો ખાનગી બસ મારફત જૂનાગઢની મુલાકાતે આવ્યા હતા સકકરબાગ જોવાલાયક પ્રાણી સંગ્રહાલય હોય જેથી તમામ લોકો ઝૂની મુલાકાત લીધી હતી. રાજસ્થાનના લોકો ઝૂમાં ફરી સમય પૂર્ણ કરવાની તૈયારીમાં હોય ત્યારે પાર્કિંગ તરફ ઊભા હતા તેવામાં અચાનક જ સક્કરબાગ ઝૂની ઈલેક્ટ્રિક કાર એક બાદ એક લોકોને હડફેટે લેતા ભારે દોડધામ મચી ગઈ હતી ઈલેક્ટ્રીક કારની હડફેટે પાંચ બાળકો બે પુરુષ અને એક મહિલા સહિત કુલ 8 ને ઈજા થઈ હતી ચારને સામાન્ય ઇજા અને ચારને હાથ પગ સહિતના અંગો પર વધુ ઈજા થઈ હતી અકસ્માતનો ભોગ બનનાર રાજસ્થાનના લોકોએ જણાવ્યું હતું કે પૂરપાટ ઝડપે આવેલી ઈલેક્ટ્રિક કારના ચાલકની બેદરકારીના કારણે અમારો પરિવાર ઝૂમા ઇજાગ્રસ્ત બન્યો છે જેમાં અર્ચનાબેન મીના ઉ.વ.21 આશિષ મીના ઉ.વ.7 અંચિકા મીના ઉ.વ.10 અનુષ્કા મીના ઉ.વ.10 અસ્મિતા મીના ઉ.વ.7 સહિત નવ લોકોને નાની મોટી ઈજા થઈ છે સમગ્ર ઘટના નજરે નિહાળનાર પરિવારજનો અકસ્માતને લઈ ખૂબ ડરી ગયા છે ઇજાગ્રસ્ત બનેલ બાળકો મહિલાઓ સહિતનાઓની ખાનગી હોસ્પિટલમાં હાલ સારવાર ચાલી રહી છે

