જુનાગઢ મનપા દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે કે સ્થાયી સમિતિની તારીખ 10/5/2023ની બેઠકના ઠરાવ નંબર 26 મુજબ એજન્સી આસામી પેઢી સંસ્થા કંપની ક્લાસીસ દ્વારા ગેરકાયદેસર રીતે પ્રદર્શિત થતા કોઈપણ માધ્યમથી પ્રચાર પ્રસારમાં શહેરની શોભાને એકરૂપતા જળવાતી નથી આવા આસામી સામે ભાડા ઉપરાંત દંડની રકમ તથા દ્વારા દૂર કરવામાં આવે છે દૂર કરવા માટેના ખર્ચની રકમ પણ જે તે જવાબદાર પાસેથી વસૂલ કરવાનો સ્થાયી સમિતિ દ્વારા ઠરાવ કરવામાં આવ્યો છે સ્ટીકર પોસ્ટર ધજા પતાકા પૂઠા બોર્ડ સોડિયમ પોલ કે સરકારી તથા અર્ધ સરકારી મિલકતો પર મંજૂર વગર લગાડવામાં આવેલ હોય તો પ્રથમ વખત ભાડા ઉપરાંત ₹200 નો દંડ તથા બીજી વખત ભાડા ઉપરાંત રૂપિયા 500 નો દંડ વસૂલ કરવામાં આવશે સાઈન બોર્ડ અને હોડિંગસ બોર્ડ તથા મનપાની માલિકી તથા સરકારી અર્ધ સરકારીની દિવાલો પર લગાડવામાં આવેલ જાહેરાતના પ્રથમ વખત ભાડા ઉપરાંત રૂપિયા 5,000 નો દંડ અને બીજી વખત ભાડા ઉપરાંત ₹10,000 નો દંડ વસૂલ કરવામાં આવશે આ ઠરાવ મુજબની કામગીરી કરવા માટે મનપા દ્વારા ખાસ સઘંન ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે

