રિઝર્વ બેંકે નોટબંધી બાદ બહાર પાડવામાં આવેલી 2000 રૂપિયાની નોટને લઈને મોટો નિર્ણય લીધો છે. ભારતીય રિઝર્વ બેંકે બેંકોને તાત્કાલિક અસરથી 2,000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. જો કે, રૂ. 2000 ના મૂલ્યની બેંક નોટો કાનૂની ટેન્ડર તરીકે ચાલુ રહેશે.
ભારતીય રિઝર્વ બેંકે 2000 રૂપિયાની સૌથી મોટી ચલણી નોટ પર મોટો નિર્ણય લીધો છે. રિઝર્વ બેંક અનુસાર, 2000 રૂપિયાની નોટ કાનૂની ટેન્ડર રહેશે, પરંતુ તેને ચલણમાંથી બહાર કરી દેવામાં આવશે. ભારતીય રિઝર્વ બેંકે દેશની બેંકોને તાત્કાલિક અસરથી 2000 રૂપિયાની નોટ જારી કરવાનું બંધ કરવાની સલાહ આપી છે. રિઝર્વ બેંકે આ નિર્ણય ‘ક્લીન નોટ પોલિસી’ હેઠળ લીધો છે. વર્ષ 2016માં રિઝર્વ બેંકના નોટબંધી બાદ રિઝર્વ બેંકે 2000 રૂપિયાની નોટ બહાર પાડી હતી. જો કે 2000ની નોટને 30 સપ્ટેમ્બર સુધી બેંકોમાં બદલાવી શકાશે. હવે RBI 2000ની નવી નોટો નહીં છાપે.
છેલ્લા કેટલાક મહિનાઓથી બજારમાં 2000 રૂપિયાની નોટો ઓછી દેખાતી હતી. લોકોએ કહ્યું કે એટીએમમાંથી 2000 રૂપિયાની નોટ પણ બહાર નથી આવી રહી. આ અંગે સરકારે સંસદમાં માહિતી પણ આપી હતી.

