31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગાંધીનગર: પૂર્વ કલેક્ટર સામે ભ્રષ્ટાચાર કરી સરકારને કરોડોનું નુકસાન પહોંચાડવાનો ગંભીર આરોપ, તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગુનો!


ગાંધીનગરના નિવૃત કલેકટર એસ.કે. લાંગા સામે ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લાગ્યો છે. હોદ્દાનો દુરુપયોગ કરીને અપ્રમાણસર મિલકત વસાવી હોવાનો અને પોતાના મળતીયાઓને આર્થિક ફાયદો કરાવ્યો હોવાના આરોપ સાથે એસ.કે. લાંગા વિરુદ્ધ સેક્ટર-7 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, ગાંધીનગરના સેકટર-7 પોલીસ સ્ટેશનમાં નિવૃત કલેકટર લાંગાની સાથે તત્કાલીન ચીટનીશ અને RAC સામે પણ ગુનો નોધવામાં આવ્યો છે. જણાવી દઈએ કે, નિવૃત કલેકટર એસ.કે. લાંગાએ એપ્રિલ, 2018થી નવેમ્બર, 2019 સુધી ગાંધીનગરના કલેક્ટર તરીકે ફરજ બજાવી હતી અને ત્યાર બાદ તેઓ સેવા નિવૃત્ત થયા હતા. તેમના પર આરોપ છે કે તેમણે પોતાના કાર્યકાળ દરમિયાન પોતાના સાથીદારોને આર્થિક ફાયદા થયા તે માટે પૂર્વ નિયોજિત કાવતરું ઘડીને જમીનના ખોટા હુકમો કર્યા હતા.

સરકારને અપાતું કરોડો રૂપિયાનું પ્રીમિયમ ન આપી છેતરપિંડી કર્યાનો આરોપ

ઉપરાંત, તેમના પર આક્ષેપ છે કે સરકારને અપાતું કરોડો રૂપિયાનું પ્રીમિયમ ન આપીને સરકારી તિજોરીને પણ આર્થિક નુકસાન પહોંચ્યા હતું. ઉપરાંત, ગાંધીનગરમાં બીનખેડૂતને ખેડૂત બતાવી નવી શરતની જમીનને જૂની શરતમાં દર્શાવી આ દસ્તાવેજોનો સાચા તરીકે ઉપયોગ કર્યો હતો અને પોતે નિવૃત્ત હોવા છતાં પણ દસ્તાવેજોમાં સહી કરીને ખોટા દસ્તાવેજોનો જૂની તારીખમાં અમલ કરાવી આર્થિક ફાયદો મેળવવા પોતાના પરિજનોના નામે અપ્રમાણસર મિલકત વસાવી હતી.

તત્કાલિન ચીટનીશ અને RAC સામે પણ ગુનો

આ મામલે હવે ગાંધીનગર સેક્ટર-7માં એસ.કે.લાંગા સહિત તત્કાલિન ચીટનીશ અને RAC સામે પણ ફરિયાદ નોંધાઈ છે. મીડિયા અહેવાલ મુજબ, આ ફરિયાદમાં આરોપ છે કે એસ.કે. લાંગાની અપ્રમાણસર પ્રોપર્ટીમાં બાવળામાં રાઇસ મિલમાં ભાગીદારી, સાણંદમાં પરિવારના નામે ફાર્મ હાઉસ, બોપલના સ્કાય સિટીમાં બંગલો અને ચાર દુકાનો સહિત પરિવારના અન્ય સભ્યોના નામે બેનામી મિલકતો હોવાનો ઉલ્લેખ છે. આવક સામે વધુ સંપત્તિ હોવાના મામલે હવે ACB દ્વારા તપાસ કરવામાં આવશે તેવું કહેવામાં આવી રહ્યું છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -