ભરૂચ માં ફરાસખાના ના ગોડાઉન માંથી મોટી માત્ર માં ભારતીય બનાવટ નૉ વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, ચાર બુટલેગરો ઝડપાયા અન્ય ચાર વોન્ટેડ
ભરૂચ જિલ્લા માં દારૂ જુગાર જેવી ગુનાહિત પ્રવુતિઓ ને ડામવા માટે જિલ્લા પોલીસ વડા ના માર્ગદર્શન હેઠળ વિવિધ પોલીસ મથકો દ્વારા રાત દિવસ અનેક સ્થળે દરોડા પાડવામાં આવી રહ્યા છે, સાથે જ લાખોની કિંમત નૉ શરાબ નૉ જથ્થો કબ્જે કરી બુટલેગરો ને જેલ ના સળીયા ગણતા કરવામાં આવ્યા છે તેવામાં વધુ એક વાર બુટલેગરો સામે ક્રાઇમ બ્રાંચ દ્વારા તવાઈ બોલાવવામાં આવી હતી,
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચ શહેર ના બંબાખાના નજીક આવેલ તાડીયા વિસ્તારમાં બુટલેગરો દ્વારા વિદેશી શરાબ ના જથ્થા ને સગેવગે કરવામાં આવી રહ્યો હોવાની ચોક્કસ બાતમીના આધારે ક્રાઇમ બ્રાંચ્ દ્વારા સ્થળ ઉપર દરોડા પાડવામાં આવ્યા હતા,દરમ્યાન બુટલેગર જયંતિ ભાઈ મંગળદાસ મિસ્ત્રી તથા તેનો છોકરો પરેશ જયંતિ ભાઈ મિસ્ત્રી બંને પ્રતિબંધિત ભારતીય બનાવટ ના વિદેશી દારૂ મંગાવી પોતાના ઘર ની સામે આવેલ ફરાસખાના માં સગે વગે કરતા ક્રાઇમ બ્રાંચ ના હાથે ઝડપાયા હતા,
ભરૂચ ક્રાઇમ બ્રાંચ્ દ્વારા પાડવામાં આવેલ દરોડામાં ભારતીય બનાવટ ના વિદેશી શરાબ ના 25 બોક્સ તેમજ 744 નંગ બિયર નૉ જથ્થો મળી કુલ 1,36,660 નૉ મુદ્દામાલ કબ્જે કરી બુટલેગર (1)પરેશ જ્યંતી ભાઈ મિસ્ત્રી રહે, તાડીયા ભરૂચ (2)અજય મહેશભાઈ વસાવા રહે, ગોકુલ નગર ભરૂચ (3)ભાવિન દિલીપ પટેલ રહે, કુકર વાડા ભરૂચ તેમજ (4)આકાશ વિનોદભાઈ વસાવા રહે, તાડીયા ભરૂચ નાઓની ધરપકડ કરી બુટલેગર જ્યંતી મિસ્ત્રી સહિત અન્ય ચાર ને વોન્ટેડ જાહેર કરતા નશાનો વેપલો કરતા તત્વોમાં ભારે ચકચાર મચ્યો છે

