26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

પાકિસ્તાન: હવે કોલસો બન્યો આફત, બે જૂથો વચ્ચે અથડામણમાં 16ના મોત, સેનાએ કરવી પડી દરમિયાનગીરી


પાકિસ્તાનના અશાંત ઉત્તર પશ્ચિમમાં કોલસાની ખાણને લઈને બે જાતિઓ વચ્ચેની અથડામણમાં ઓછામાં ઓછા 16 લોકોન મોત થઈ ગયા. અહેવાલો અનુસાર, કોલસાની ખાણના સીમાંકનને લઈને બે જૂથો વચ્ચે થયેલી આ હિંસક અથડામણમાં એક પોલીસકર્મીનું પણ મોત થયું છે. ઘટના અંગે વિગતો આપતા પોલીસે જણાવ્યું કે કોહાટ જિલ્લાના દરદા આદમ ઠેક વિસ્તારમાં સન્નીખેલ અને અખોરવાલ જાતિઓ વચ્ચે અથડામણ થઈ. તેમણે કહ્યું કે આ ઘટનામાં ઘાયલ લોકોને પેશાવરની એક હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.

સેનાના આવ્યા બાદ બંધ થયો ગોળીબાર

આ લોહિયાળ અથડામણમાં કેટલા લોકો ઘાયલ થયા છે તે વિશે હાલમાં કોઈ માહિતી નથી, પરંતુ બે જૂથો વચ્ચેના ગોળીબારમાં બંને પક્ષે જાનહાનિ થઈ છે. પહાડીઓ પર ગોળીબારની માહિતી મળતાની સાથે જ સેના અને પોલીસની સંયુક્ત ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી. સેના પહોંચ્યા બાદ બંને જૂથના લોકો પહાડો પરથી નીચે ઉતરી ગયા અને ગોળીબાર બંધ થઈ ગયો. અથડામણ દરમિયાન બંને જૂથોએ ભારે હથિયારોનો ઉપયોગ કર્યો હતો. દર્દા આદમ સ્પોર્ટ્સ પોલીસ સ્ટેશનમાં આ મામલે FIR નોંધવામાં આવી છે.

કોલસાની ખાણને લઈને છે આખી લડાઈ

જણાવી દઈએ કે કોલસાની ખાણના સીમાંકનને લઈને સન્નીખેલ અને અઘોરવાલ આદિવાસીઓ વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે અને તેને ઉકેલવા માટે ઘણી વખત ‘જિરગા’ બોલાવવામાં આવી છે. આ કોલસાની ખાણ લગભગ 6 કિલોમીટરના વિસ્તારમાં ફેલાયેલી છે અને હાલમાં તેના પર અઘોરવાલનો કબજો છે. અઘોરવાલ કોઈપણ ભોગે તેમની વડીલોપાર્જિત જમીન છોડવા તૈયાર નથી અને નવા નિયમો અને કાયદાને સ્વીકારવાનો ઈન્કાર કરી રહ્યા છે. સેના બંને જૂથના વડીલોને વિશ્વાસમાં લઈને આ મામલાને ઉકેલવાનો પ્રયાસ કરી રહી છે.

જણાવી દઈએ કે હાલમાં પાકિસ્તાનની સ્થિતિને જોઈને લાગી રહ્યું છે કે દેશમાં કશે પણ કઈ પણ સારું થઈ રહ્યું નથી અને દેશની દશા બેસી ગઈ છે. આર્થિક અને રાજકીય ઉથલપાથલ વચ્ચે હિંસાની ઘટનાઓ વધી રહી છે અને આતંકી હુમલાઓ પણ છેલ્લા કેટલાક સમયમાં વધ્યા છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -