37.3 C
Ahmedabad
Wednesday, March 4, 2026

યુવા કોંગ્રેસ દ્વારા ‘યંગ ઇન્ડિયા બોલ’ કાર્યક્રમ ૧૫ મે ના દિવસે યોજવામાં આવશે..


યુવા કોંગ્રેસ દ્વારા રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમનું ૧૫ મે ના દિવસે રાજીવ ગાંધી ભવન ખાતે આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રતિયોગિતામાં વિજેતા થનારને આગામી સમયમાં દિલ્હી ખાતે યોજનાર રાષ્ટ્રીય સ્તરની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્લેટફોર્મ આપવામાં આવશે.

યંગ ઇન્ડિયા બોલ કાર્યક્રમમાં સ્થાનિક, પ્રદેશ અને રાષ્ટ્રીય સ્તરની સમસ્યા વિશે અસરકારક વાત રજુ કરનારે સન્માનિત કરવામાં આવશે. આ કાર્યક્રમમાં ૧૮ થી ૪૦ વર્ષ સુધી લોકો ભાગ લઈ શકશે. એવુ ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના મહામંત્રી મુકેશ આંજણાએ જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, ગુજરાત રાજ્યના પ્રભારી ઓમ જાટ, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસના ઉપપ્રમખ ઋતુરાજસિંહ, મનીષાબેન પરીખ, જયેશ દેસાઈ,અભય જોટવા, ગુજરાત પ્રદેશ યુવા કોંગ્રેસ મહામંત્રી ઉપેન્દ્રસિંહ જાડેજા, પ્રવીણસિંહ વનોલ વગેરે હોદેદારો હાજર રહેશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -