મોરબીમાં કોંગ્રેસે શ્રીફળ વધેરી નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મૂકી દીધું, પોલીસે કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કર્યા
૨૦ કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કરી પોલીસ મથકે લઇ જવાયા
મોરબી શહેરમાં શનાળા રોડ કરોડોના ખર્ચે બનેલા નવા બસ સ્ટેન્ડનું લોકાપર્ણ કરવામાં આવ્યું ના હોય જેથી મુસાફરોને હેરાનગતિનો સામનો કરવો પડી રહ્યો હોય જેથી કોંગ્રેસ દ્વારા તંત્રને રજૂઆત કરી અલ્ટીમેટમ આપવામાં આવ્યું હતું છતાં કાર્યવાહી નહિ કરવામાં આવતા કોંગ્રેસ કાર્યકરોએ આજે શ્રીફળ વધેરી બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકી દીધું હતું
મોરબી શહેરના શનાળા રોડ પર નવું બસ સ્ટેન્ડ સંપૂર્ણ તૈયાર થઇ ગયું હોય છતાં પણ લોકાપર્ણ કરવામાં આવી રહ્યું ના હોય જેથી કોંગ્રેસ દ્વારા ગત તા. ૨૭ એપ્રિલના રોજ તંત્રને આવેદન પાઠવી તાત્કાલિક મુસાફરોના હિતમાં લોકાપર્ણ કરવા માંગ કરી હતી જોકે છતાં તંત્રના પેટનું પાણી હલ્યું ના હતું અને લોકાપર્ણના વાંકે નવું બસ સ્ટેન્ડ ધૂળ ખાઈ રહ્યું હોય જેથી કોંગ્રેસ દ્વારા કરેલી જાહેરાત મુજબ આજે કોંગ્રેસ આગેવાન અને કાર્યકરોએ આજે નવા બસ સ્ટેન્ડને ખુલ્લું મુકવા આવી પહોંચ્યા હતા જ્યાં શ્રીફળ વધેરીને બસ સ્ટેશન ખુલ્લું મુકયાનો દાવો કરવામાં આવ્યો હતો
જે મામલે કોંગ્રેસ આગેવાને જણાવ્યું હતું કે નવું બસ સ્ટેન્ડ કરોડોના ખર્ચે બનીને તૈયાર થવા છતાં સરકારના અધિકારીઓ ખુલ્લું મુક્ત ના હતા અને મુસાફરોને હેરાન થવું પડતું હતું બસ સ્ટેન્ડ બની ગયું હોવા છતાં નાગરિકોને તડકે શેકાવું પડતું હતું જેથી કોંગ્રેસે બસ સ્ટેશન ખુલ્લું મુક્યું છે હવે અધિકારીઓ બસ અંદર આવે તેવી વ્યવસ્થા કરે છે કે નહિ તે જોવું રહ્યું તોપોલીસે ૨૦ કોંગ્રેસી કાર્યકરોને ડીટેઈન કરી પોલીસ મથકે લઇ ગઈ હતી

