24.8 C
Ahmedabad
Monday, March 2, 2026

ટ્વિટરના નવા CEO બન્યા લિન્ડા યાકારિનો, એલોન મસ્કે કરી જાહેરાત


twitter: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટરના સીઈઓ એલોન મસ્કે ઓફિશિયલ રીતે જાહેરાત કરી છે કે લિન્ડા યાકેરિનો ટ્વિટરના નવા સીઈઓ છે. લિન્ડા આગામી અઠવાડિયામાં ટ્વિટર સંભાળશે.

મસ્કે જણાવ્યું કે લિન્ડા મુખ્યત્વે બિઝનેસ ઓપરેશન્સ પર ધ્યાન કેન્દ્રિત કરશે, જ્યારે તે પોતે પ્રોડક્ટ ડિઝાઇન અને નવી ટેક્નોલોજી પર ધ્યાન કેન્દ્રિત કરશે.

મસ્કે ટ્વિટ કર્યું હતું કે હું ટ્વિટરના નવા સીઈઓ તરીકે લિન્ડા યાકારિનોનું સ્વાગત કરવા માટે ઉત્સાહિત છું. તેણી મુખ્યત્વે વ્યવસાયિક કામગીરી પર ધ્યાન કેન્દ્રિત કરશે જ્યારે હું ઉત્પાદન ડિઝાઇન અને નવી તકનીક પર ધ્યાન કેન્દ્રિત કરીશ. આ પ્લેટફોર્મને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે તમારી સાથે કામ કરવા માટે આતુર છું.

@elonmusk

મસ્કે ગયા વર્ષે ઓક્ટોબરમાં 44 અબજ ડોલરમાં ટ્વિટર ખરીદ્યું હતું. આ પછી તેણે સીઈઓ પરાગ અગ્રવાલને બહારનો રસ્તો બતાવ્યો. કંપની નવા CEOની શોધમાં વ્યસ્ત હતી. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ટ્વિટરના સીઈઓનું પદ સંભાળ્યા બાદ મસ્કે ડિસેમ્બરમાં કહ્યું હતું કે નવી વ્યક્તિ મળતા જ તેઓ સીઈઓનું પદ છોડી દેશે. ત્યારબાદ તે ટ્વિટરના સોફ્ટવેર અને સર્વર ટીમને ચલાવશે.

જાણો કોણ છે લિન્ડા યાકારિનો

લિન્ડાની LinkedIn પ્રોફાઇલ મુજબ, તે 2011 થી NBC યુનિવર્સલ સાથે છે. તે હાલમાં ગ્લોબલ એડવર્ટાઈઝીંગ અને પાર્ટનરશીપના ચેરપર્સન તરીકે સર્વિસ આપે છે. આ પહેલા તે કંપનીના કેબલ એન્ટરટેઈનમેન્ટ અને ડિજિટલ એડવર્ટાઈઝીંગ સેલ્સ વિભાગમાં કામ કરતી હતી.

લિન્ડાએ ટર્નરમાં 19 વર્ષ સુધી કામ કર્યું. ત્યાં તે એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડેન્ટ/સીઓઓ એડવર્ટાઇઝિંગ સેલ્સ, માર્કેટિંગ અને એક્વિઝિશન હતી

તે પેન સ્ટેટ યુનિવર્સિટીની વિદ્યાર્થીની હતી. અહીં તેમણે લિબરલ આર્ટ્સ અને કોમ્યુનિકેશનનો અભ્યાસ કર્યો.

બિઝનેસ ઈનસાઈડરના રિપોર્ટ અનુસાર, લિંડાએ તેના મિત્રોને કહ્યું હતું કે તે ટ્વિટરની સીઈઓ બનવા માંગે છે. તે મસ્કની સમર્થક છે. તેણે કહ્યું હતું કે માસ્ટને કંપની ચલાવવા માટે સમય આપવો જરૂરી છે.

જો કે, આંતરિક અહેવાલોએ દાવો કર્યો હતો કે આગામી સીઇઓ તરીકે એલા ઇરવિન વિશે પણ વાત કરવામાં આવી હતી. ઇરવિન હાલમાં ટ્વિટરના ટ્રસ્ટ અને સલામતી પ્રયાસ વિભાગના વડા છે.

ડોગને બનાવી દીધો હતો CEO
પરાગ અગ્રવાલને કંપનીમાંથી કાઢી મૂકવામાં આવ્યા બાદ મસ્કે નવા સીઈઓની શોધ શરૂ કરી હતી. આ વર્ષે ફેબ્રુઆરીમાં તેણે પોતાના પાલતુ કૂતરા ફ્લોકીને ટ્વિટરનો સીઈઓ બનાવ્યો હતો. આ શિબા ઈનુ જાતિનો કૂતરો છે. તેણે 15 ફેબ્રુઆરીના રોજ એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેણે તેના શિબા ઈનુ કૂતરાનો ફોટો પોસ્ટ કર્યો હતો. તેમનો કૂતરો સીઈઓની ખુરશી પર બેઠેલો બતાવવામાં આવ્યો હતો. તેણે કાળું સ્વેટર પહેર્યું હતું, જેના પર CEO લખેલું હતું અને આગળના ટેબલ પર ટ્વિટર CEO સંબંધિત એક ડોક્યુમેન્ટ રાખવામાં આવ્યો હતો, જેના પર પંજાના નિશાન પણ દેખાતા હતા. મસ્કે ટ્વીટમાં કહ્યું કે તે અન્ય લોકો કરતા વધુ સારો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -