33.6 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગર: લગ્નપ્રસંગ પતાવી ઘરે આવતા પરિવારની કાર છત્રાલ હાઇવે પર પંચર પડી, મોડી રાતે સભ્યો કારમાં જ સૂઈ ગયા અને કોઈ 1.58 લાખની મતા ચોરી ગયું


કલોલથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. લગ્ન પ્રસંગમાંથી રાત્રીના સમયે ઘરે પરત ફરતી વેળાએ પરિવારની કારના એક ટાયરમાં પંચર પડી જતા કાર કલોલ-છત્રાલ હાઇવે પર ઊભી રાખવાની ફરજ પડી હતી. દરમિયાન મોડી રાતે પરિવારના તમામ સભ્યોને ઊંઘ આવી જતા કારમાં જ સૂઈ ગયા હતા. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે તેમની કારમાંથી મોબાઇલ, દાગીના, રોકડ સહિતની કુલ 1.58 લાખની મતા ચોરી ફરાર થયો હતો. આ મામલે કલોલ તાલુકા પોલીસ મથકમાં ફરિયાદ થતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, બનાસકાંઠાના દાંતીવાડા તાલુકાના ડેરી ગામમાં મહેંદ્રસિંહ દીયા પરિવાર સાથે રહે છે. મહેંદ્રસિંહના કુટુંબી ભાઇ પરબતસિંહના દીકરા કાનસિંહના લગ્ન હોવાથી ઈકો ગાડીમાં ઉમરેઠ જવા નીકળ્યા હતા. ત્યારે તેમની સાથે કુટુંબી ભાઇની દીકરી ઉષાબા, રેખાબા તથા ફિલાબા તેમ જ પરબતસિંહ દીયા પણ હતા. લગ્નપ્રસંગ પતાવી રાત્રીના સમયે બધા ઉમરેઠથી પરત ઘરે જવા ઈકો ગાડીમાં રવાના થયા હતા. દરમિયાન રાત્રીના દોઢેક વાગ્યાની આસપાસ કલોલ-છત્રાલ હાઇવે પર ઈકો ગાડીના એક ટાયરમાં પંચર પડયું હતું.

પંચર થતા કાર હાઇવેની સાઇડમાં ઊભી રાખી હતી

આથી મહેંદ્રસિંહને ગાડી હાઈવેની સાઇડમાં ઊભી રાખવાની ફરજ પડી હતી. ત્યાર બાદ ગાડીનો ડ્રાઈવર પંચર કરવા ટાયર લઈને ગયો હતો. મોડી રાતે ગાડીમાં સવાર બધા લોકોને ઊંઘ આવી જતાં બધા કારમાં જ સૂઈ ગયા હતા. જો કે, આ દરમિયાન કોઈ અજાણ્યા શખ્સે તેમની કારમાંથી મોબાઇલ, રોકડ અને સોના-ચાંદીના દાગીના મળી કુલ 1.58 લાખની મતા ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મમલે મહેંદ્રસિંહે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા પોલીસે ચોરીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -