31 C
Ahmedabad
Monday, March 2, 2026

PAK અભિનેત્રીએ કરી PM મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધવાની માંગ, દિલ્હી પોલીસે આપ્યો જડબાતોડ જવાબ


પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારી ઘણીવાર ભારતીય ક્રિકેટ ટીમ અને તેના ખેલાડીઓ વિરુદ્ધ ટ્વીટ કરતી જોવા મળે છે. તે હંમેશા તેના ટ્વીટ દ્વારા ટ્રોલ પણ થાય છે. ક્યારેક તે T20 વર્લ્ડ કપમાં ભારતને હરાવવા માટે ઝિમ્બાબ્વેના ખેલાડી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જાય છે, તો ક્યારેક તે ભારતના જીતવા પર પોતાની ટ્વીટ ડિલીટ કરવાની ધમકી આપે છે. ત્યારે આ વખતે સહરે તમામ હદ વટાવી દીધી છે. આ વખતે સહરે કોઈ ભારતીય ખેલાડી વિરુદ્ધ નહીં પરંતુ ભારતના વડાપ્રધાન વિરુદ્ધ ટ્વીટ કર્યું છે.

સહર શિનવારીએ પીએમ મોદી વિરુદ્ધ ટ્વીટ કર્યું 

પાકિસ્તાની અભિનેત્રી સહર શિનવારી પીએમ મોદી વિરુદ્ધ દિલ્હી પોલીસમાં ફરિયાદ નોંધાવવા માંગે છે. તેણે એક ટ્વીટમાં કહ્યું- “કોઈને દિલ્હી પોલીસની ઓનલાઈન લિંક ખબર છે? મારે ભારતીય પીએમ અને ભારતીય ગુપ્તચર એજન્સી RAW વિરુદ્ધ ફરિયાદ નોંધાવવી છે. તેઓ મારા દેશ પાકિસ્તાનમાં અરાજકતા અને આતંકવાદ ફેલાવી રહ્યા છે. ભારતીય અદાલતો સ્વતંત્ર હોવાનો દાવો કરે છે, આવી સ્થિતિમાં, મને ખાતરી છે કે ભારતની સર્વોચ્ચ અદાલત મને ન્યાય અપાવશે.”

આ ટ્વીટના એક કલાક પહેલા જ સહરે પીએમ મોદી વિરુદ્ધ ફરિયાદ નોંધાવવા પર એક ટ્વીટ કર્યું હતું. તેણે કહ્યું- “હું પીએમ મોદી વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવા જઈ રહી છું, કારણ કે તે પાકિસ્તાનમાં આતંકવાદ ફેલાવવાનો મુખ્ય સ્ત્રોત છે.”

દિલ્હી પોલીસે આપ્યો જડબાતોડ જવાબ 

સહર શિનવારીના આ ટ્વીટ પર દિલ્હી પોલીસે પોતાની પ્રતિક્રિયા આપી છે. સહરના ટ્વીટના જવાબમાં તેણે કહ્યું- “અમને ડર છે કે પાકિસ્તાનમાં હજુ પણ અમારું અધિકારક્ષેત્ર નથી. પરંતુ અમે એ જાણવા માંગીએ છીએ કે પાકિસ્તાનમાં જ્યારે ઇન્ટરનેટ સેવા સસ્પેન્ડ કરી દેવામાં આવી છે ત્યારે તમે કેવી રીતે ટ્વીટ કરી રહ્યાં છો?”

યુઝર્સે કરી દીધી ટ્રોલ 

સહર શિનવારીની આ ટ્વીટ જોતજોતામાં ખૂબ જ ઝડપથી વાયરલ થઈ ગયું. તેના આ ટ્વીટ પર યુઝર્સ તેને ટ્રોલ કરવા લાગ્યા. એક યુઝરે તેના ટ્વીટ પર લખ્યું- “અમે પાકિસ્તાનને ભારતમાં ભેળવી લઈશું અને તમને ચીન મોકલી દઈશું.” જ્યારે અન્ય એક યુઝરે કહ્યું- “તમે ઓનલાઈન ટ્વીટ કરી રહ્યા છો અને ઓનલાઈન લિંક શોધી શકતા નથી. ગૂગલ કરી લો.” જ્યારે અન્ય એક યુઝરે લખ્યું – “તમે યુપી પોલીસને કેમ કોલ નથી કરતા? તેઓ કંટાળી ગયા છે અને કંઈક નવું શોધી રહ્યાં છે. ઉત્તર પ્રદેશને પોલીસને પણ સેવા કરવાનો મોકો આપો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -