વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બુધવારે કર્ણાટકની જનતાને રાજ્યની વિધાનસભા ચૂંટણીમાં મોટી સંખ્યામાં મતદાન કરવા આહ્વાન કર્યું. તેમણે એક ટ્વીટમાં જણાવ્યું કે, “હું કર્ણાટકના લોકોને, ખાસ કરીને યુવાઓ અને પ્રથમ વખતના મતદારોને વિનંતી કરું છું કે તેઓ મોટી સંખ્યામાં મતદાન કરે અને લોકશાહીની ઉજવણીને સમૃદ્ધ કરે.” કર્ણાટકની 224 સભ્યોની વિધાનસભા માટે સવારે 7 વાગ્યાથી મતદાન શરૂ થયું હતું. જણાવી દઈએ કે ચૂંટણીના પરિણામ 13 મેએ જાહેર થશે.
તે જ સમયે, કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે કર્ણાટકના લોકોને સુશાસન, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ કરી હતી. અમિત શાહે ટ્વીટ કર્યું કે મતદાનના દિવસે હું કર્ણાટકની અમારી બહેનો અને ભાઈઓને રાજ્યમાં સુશાસન, વિકાસ અને સમૃદ્ધિ માટે મોટી સંખ્યામાં મતદાન કરવા વિનંતી કરું છું. તમારો એક વોટ પ્રજાલક્ષી અને પ્રગતિ તરફી સરકાર સુનિશ્ચિત કરી શકે છે, જે રાજ્યને નવી ઊંચાઈઓ પર લઈ જશે.
ભારતીય જનતા પાર્ટી (BJP)ના અધ્યક્ષ જેપી નડ્ડાએ પણ કર્ણાટકના લોકોને લોકશાહીના તહેવારમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા અપીલ કરી હતી. જેપી નડ્ડાએ ટ્વીટ કર્યું કે હું કર્ણાટકના તમામ મતદારોને લોકશાહીના તહેવારમાં વધુમાં વધુ સંખ્યામાં ભાગ લેવા વિનંતી કરું છું.” તેમણે કહ્યું, “કર્ણાટકનું ભવિષ્ય નક્કી કરવા માટે આ ચૂંટણી મહત્ત્વપૂર્ણ છે, અને હું તમને બધાને એવી સરકાર બનાવવાની અપીલ કરું છું કે જે રાજ્યની પ્રગતિ ચાલુ રાખશે અને લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છે.
કર્ણાટકમાં 5.3 કરોડથી વધુ મતદારો સાથે 224 વિધાનસભા બેઠકો છે. તેમાંથી 2.66 કરોડ પુરુષો અને 2.63 કરોડ મહિલાઓ છે. મતગણતરી 13 મેના રોજ થશે. કર્ણાટક વિધાનસભા ચૂંટણી માટે મતદાન કડક સુરક્ષા વચ્ચે સવારે 7 વાગ્યે શરૂ થયું અને સાંજે 6 વાગ્યા સુધી ચાલશે. કર્ણાટકમાં 224 વિધાનસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે, જેમાં 2,615 ઉમેદવારો મેદાનમાં છે. ઉમેદવારોનું ભાવિ 13મી મેના રોજ મત ગણતરીના દિવસે જાણી શકાશે. સહાયક મતદાન મથકો સહિત 58,545 મતદાન મથકો પર મતદાન ચાલી રહ્યું છે .
વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવા માટે કુલ 42,48,028 નવા મતદારો નોંધાયા છે. 5.3 કરોડ સામાન્ય મતદારો 37,777 સ્થાનો પર 58,545 મતદાન મથકો પર પોતાનો મત આપવાના છે. જેમાંથી 11,71,558 યુવા મતદારો અને 12,15,920 80+ વરિષ્ઠ નાગરિક મતદારો છે. તેમાંથી 5,71,281 શારીરિક રીતે અશક્ત મતદારો છે. લગભગ 4,00,000 મતદાન કર્મચારીઓ મતદાન પ્રક્રિયામાં રોકાયેલા છે.

