36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

પૂર્વ પાક પીએમ ઈમરાન ખાનની ધરપકડ, સુરક્ષા કર્મચારીઓ તેમને કોર્ટમાંથી લઈ ગયા; સમર્થકોનો હોબાળો


પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુશ્કેલીઓ વધી ગઈ છે. પાકિસ્તાન તહરીક-એ-ઈન્સાફ (PTI)ના અધ્યક્ષ ઈમરાન ખાનની ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન ખાનની ઈસ્લામાબાદ હાઈકોર્ટની બહારથી ધરપકડ કરવામાં આવી છે. પાકિસ્તાનની સ્થાનિક સમાચાર એજન્સીએ આ અંગે માહિતી આપી છે.

ભ્રષ્ટાચારના આરોપો પર કાર્યવાહી

કહેવામાં આવી રહ્યું છે કે, ઈમરાન ખાનની ભ્રષ્ટાચારના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. ઈમરાન કોર્ટમાં હાજર થવા જઈ રહ્યા હતા ત્યારે પાકિસ્તાની રેન્જર્સે તેમની ધરપકડ કરી હતી. ઈમરાનના સહયોગી ફવાદ ચૌધરીએ તેમની ધરપકડની પુષ્ટિ કર્યા વિના કહ્યું કે, ઈમરાન ખાનની કારને ઘેરી લેવામાં આવી છે. ઈમરાન ખાનની પાર્ટીના ટ્વિટર હેન્ડલ પર એક વીડિયો ટ્વીટ કરવામાં આવ્યો છે, જેમાં પાક રેન્જર્સ ઈમરાન ખાનને ધક્કો મારતા જોવા મળે છે.

જેલમાં જવા માટે તૈયારઃ ઈમરાન ખાન

બીજી તરફ ઈમરાન ખાનની ધરપકડ પહેલા તેમનો એક વીડિયો સામે આવ્યો હતો. વીડિયોમાં ઈમરાન ખાન કહી રહ્યા છે કે, ‘મારી સામે કોઈ કેસ નથી. તેઓ મને જેલમાં ધકેલી દેવા માંગે છે. હું આ માટે તૈયાર છું. આ પહેલા ઈમરાન ખાને આઈએસઆઈ ઓફિસર પર તેમની હત્યાનું કાવતરું ઘડવાનો આરોપ લગાવ્યો હતો. ઈમરાને કહ્યું હતું કે, આઈએસઆઈના વરિષ્ઠ અધિકારી મેજર જનરલ ફૈઝલ નસીર, જેમણે બે વખત તેમની હત્યાનો પ્રયાસ કર્યો હતો, તે વરિષ્ઠ પત્રકાર અરશદ શરીફની હત્યામાં પણ સામેલ હતો.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -