કમોસમી વરસાદને કારણે ખેતીને થયેલા નુકશાનને જોતા સરકારે ખેડુતોને ખાસ કૃષિ પેકેજ થકી સહાય આપી છે, જો કે ખેડુતો સરકારની આ સહાયથી ખુશ નથી કેમ કે, ખેડુતોને રૂા. 1.27 લાખ મળવાપાત્ર સહાય હતી, તેના બદલે આ ગુજરાતની ભાજપ સરકારે સહાયપેટે રૂા. 46 હજાર જ ચુકવવાનું નકકી કર્યુ છે, વાસ્તવમાં ખેડુતોને માવઠાથી ખેતીને ખુબ જ નુકશાન થયુ છે. ત્યારે માત્ર એસડીઆરએફ મુજબ જ સહાય કરાય છે, પણ મુખ્યમંત્રી કિસાન યોજનાનો લાભ જ આપતી નથી. તેમ પૂર્વ વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ જણાવ્યું હતું.
પ્રધાનમંત્રી પાક વિમા યોજના બંધ કરાયા બાદ ગુજરાતની આ ભાજપ સરકારે મોટા ઉપાડે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાહેરાત કરી હતી. આ યોજનાનો કેવી રીતે લાભ લેવો તે અંતર્ગત રાજય સરકારે સાત પગલા કૃષિ કલ્યાણના એવો કાર્યક્રમ યોજયો હતો દરેક જીલ્લામાં આ કાર્યક્રમ યોજીને ખેડુતોને યોજનાની સમજ આપવામાં આવી હતી.
સાત પગલા કૃષિ કલ્યાણ કાર્યક્રમ પાછળ આ ગુજરાતની ભાજપ સરકારે રૂા.50 કરોડનો ધુમાડો કર્યો હતો પણ નવાઈની વાત એ છે કે આ યોજના થકી આજદીન સુધી એકપણ ખેડુતને ફુટી કોડી ય સહાય ચુકવાઈ નથી.આ ભાજપ સરકારે એસડીઆરએફની સહાય મળવાપાત્ર હોય ત્યાં મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાનો ય ખેડુતોને લાભ મળી શકે છતાંય આ ભાજપ સરકારે આ લાભથી ખેડુતોને વંચિત રાખ્યા છે. આથી તાત્કાલીક આ ભાજપ સરકાર ખેડુતોને રૂા. 1.27 લાખ મળવાપાત્ર છે જે ચુકવવાની માંગ પૂર્વ ધારાસભ્ય પરેશ ધાનાણી કરી છે.

