26.4 C
Ahmedabad
Wednesday, March 4, 2026

દ્વારકા – ભાણવડના રોજીવાળા પાસે પુલ પરથી છકડો રીક્ષા નીચે ખાબક્યા, ત્રણ લોકોના મોત, 8ને ઈજા


ભાણવડના જામ રોજીવાળા ગામ જવાવાળા રોડ પર ભારે દુર્ઘટના બની હતી. છકડો અને રીક્ષાનો અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત નિપજ્યા છે જ્યારે 8ને ઈજા પહોંચી છે. પુલ નીચે પડતા ત્રણ લોકોના મોત. પુલ પરથી છકડો નીચે ખાબક્યો હતો. અકસ્માતમાં 8 લોકોને ઈજાઓ પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને ખંભાળિયા હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા.

બનાવની જાણ થતાં ભાણવડ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને મૃતકોના મૃતદેહને પીએમ અર્થે લઇ જવાયા છે. જ્યારે તમામ 8 ઇજાગ્રસ્તોને સારવાર માટે રીફર કરાયા હતા. જેમાં વધુ ગંભીર ઇજાગ્રસ્તોને જામનગર રીફર કરવામાં આવ્યા છે અને નાની ઇજાગ્રસ્તોને ખંભાળિયા રીફર કરવામાં આવ્યા છે.

અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા. હાલ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. જોકે, માલવાહક રિક્ષા મુસાફરોથી ભરેલી હોવાથી અકસ્માત થયો હોવાનું જાણવા મળે છે. મૃતકોની ઓળખ અને તેમના સંબંધીઓને જાણ કરવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા.

સતત અકસ્માતોની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આ પ્રકારે અકસ્માતનો નડતા લોકોના મોત પણ નિપજી રહ્યા છે. ગમખ્વાર, ઓવરલોડેડ વાહનો તેમજ અન્ય પ્રકારની બેદરકારી સહીતના કારણો જવાબદાર અકસ્માતોમાં માનવામાં આવે છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -