31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

રાજૌરીમાં આતંકવાદીઓ સાથેની અથડામણમાં 5 જવાન શહીદ


જમ્મુ-કાશ્મીરના રાજૌરીમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ચાલી રહેલી અથડામણમાં અત્યાર સુધીમાં પાંચ જવાન શહીદ થયા છે. ભારતીય સેનાએ શુક્રવારના રોજ જણાવ્યું હતું કે રાજૌરી સેક્ટરમાં ચાલી રહેલા ઓપરેશન ત્રિનેત્રમાં ગંભીર રીતે ઘાયલ થયેલા ત્રણ સૈનિકોના કમનસીબે ઇજાઓને કારણે મોત નીપજ્યા હતા. જ્યારે વહેલી સવારે બે જવાનો શહીદ થયા હતા. આર્મીનું હેલિકોપ્ટર પણ ઘટનાસ્થળે ઉડતું જોવા મળ્યું છે.

આર્મીના નોર્ધન કમાન્ડ દ્વારા જારી કરવામાં આવેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેના સૈનિકો આતંકવાદીઓના એક જૂથને ખતમ કરવા માટે સતત ગુપ્ત માહિતી આધારિત ઓપરેશન ચલાવી રહ્યા છે, જેમણે ગયા મહિને જમ્મુ ક્ષેત્રના ભાટા ધુરિયાના ટોટા ગલી વિસ્તારમાં આર્મી ટ્રક પર હુમલો કર્યો હતો. નિવેદનમાં જણાવાયું છે કે રાજૌરી સેક્ટરના કાંડીના જંગલમાં આતંકવાદીઓની હાજરી વિશેની ચોક્કસ માહિતીના આધારે 3 મેના રોજ સંયુક્ત ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

આતંકવાદીઓ સાથે એન્કાઉન્ટર

શુક્રવારે સવારે લગભગ 7.30 વાગ્યે, સર્ચ પાર્ટીએ એક ગુફામાં છુપાયેલા આતંકવાદીઓના જૂથને ઘેરી લીધું હતું. ખડકો અને ઢોળાવવાળા પર્વતીય વિસ્તારોથી ઘેરાયેલો આ વિસ્તાર ખૂબ જ ગાઢ જંગલ વિસ્તાર છે. જેના જવાબમાં આતંકીઓએ બ્લાસ્ટ કર્યો હતો. સેનાની ટીમમાં સામેલ બે સેનાના જવાન શહીદ થયા હતા અને એક અધિકારી સહિત ચાર જવાન ઘાયલ થયા હતા. ઘાયલોને ઉધમપુરની કમાન્ડ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.

આતંકવાદીઓને જાનહાનિનો ભય

ઘાયલ અધિકારીઓ મેજર રેન્કના છે. ઈજાગ્રસ્ત જવાનો પૈકી ત્રણ જવાનોએ બાદમાં દમ તોડી દીધો હતો. નજીકના વિસ્તારોમાંથી વધારાની ટીમોને એન્કાઉન્ટર સ્થળ પર મોકલવામાં આવી છે. પ્રારંભિક અહેવાલો અનુસાર, આ વિસ્તારમાં આતંકવાદીઓનું એક જૂથ ફસાયેલું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આતંકવાદી જૂથમાં પણ જાનહાનિ થવાની આશંકા છે અને ઓપરેશન ચાલુ છે. દરમિયાન, PAFFએ પૂંચ હુમલાની જવાબદારી લીધી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -