36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને ત્રણ ચાર માસથી અનાજ નહીં મળતા ફરિયાદ


આમોદમાં સસ્તા અનાજની દુકાનેથી ગરીબોને ત્રણ ચાર માસથી અનાજ નહીં મળતા ફરિયાદ

સરકારી યોજનાઓ અમલમાં તેમજ સરકારી અનાજ ના આપતો હતો આરોપ

આમોદના નાયબ પુરવઠા મામલતદારે ભરૂચ જીલ્લા પુરવઠા અધિકારીને રિપોર્ટ કર્યો
આમોદ નગરમાં આવેલી સસ્તા અનાજની દુકાનેથી ગરીબ રેશનકાર્ડ ધારકોને છેલ્લા ત્રણ ચાર માસથી અનાજ નહીં મળતા આમોદ પુરવઠા મામલતદારને લેખિત તેમજ મૌખિક ફરિયાદો મળી હતી.જેના અનુસંધાને આમોદના નાયબ પુરવઠા મામલતદાર કિંજલબેન પરમાર તથા કર્મચારીએ આમોદની પોસ્ટ ઓફીસની પાસે આવેલી મહેશભાઈ ધુળાભાઈ પટેલની દુકાનમાં તપાસ હાથ ધરી હતી.ત્યાર બાદ ૨૫ થી વધુ રેશનકાર્ડ ધારકોના ઘરે ઘરે ફરી નિવેદનો લીધા હતા.જેમાં ચોંકાવનારી વિગતો પુરવઠા અધિકારીને જાણવા મળી હતી.જેમાં સસ્તા અનાજની દુકાનનો સંચાલક અને આમોદ નગરપાલિકા પ્રમુખ મહેશ પટેલ રેશનકાર્ડ ધારકોનું અનાજ રૂપિયા લઈને પણ આપતો નહોતો.આવતા મહિને ચોક્કસ મળી જશે તેવા વાયદા કર્યા કરતો હતો.જે બાબતે આમોદના નાયબ પુરવઠા મામલતદારે ૨૫ થી વધુ રેશનકાર્ડ ધરકાઓના નિવેદનો નોંધી ભરૂચ જીલ્લા પુરવઠા અધિકારીને રીપોર્ટ કર્યો હતો.જેથી ગરીબોનું અનાજ ઓહીયા કરી જનારા દુકાન સંચાલકોમાં ફફડાટ જોવા મળ્યો હતો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -