28.1 C
Ahmedabad
Tuesday, March 3, 2026

PM મોદીના કર્ણાટક ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં થયો ફેરફાર, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કર્ણાટક ચૂંટણી પ્રચાર કાર્યક્રમમાં ફેરફાર કરવામાં આવ્યો છે. પીએમ મોદી ત્રણ દિવસ કર્ણાટકમાં રહેશે. શુક્રવાર 5 મે થી રવિવાર 7 મે સુધી પીએમ મોદી વ્યાપક પ્રચાર કરશે. PM મોદી શુક્રવારે 5 મેના રોજ બપોરે 2 વાગ્યે બેલ્લારીમાં જનસભાને સંબોધિત કરશે. સાંજે 4.30 કલાકે તુમકુરમાં જાહેર સભા કરશે. બેંગલુરુમાં રાજભવનમાં રાત રોકાશે અને બીજા દિવસે શનિવારે રોડ શો કરશે.

PM મોદીનો 26 કિલોમીટર લાંબો રોડ શો શનિવારે સવારે 10 વાગ્યાથી શરૂ થશે. આ પછી તેઓ બે જાહેરસભાઓને સંબોધશે. પ્રથમ જાહેર સભા બપોરે 3 વાગ્યે બદામી ખાતે, બીજી જાહેર સભા હાવેરી ખાતે સાંજે 5 વાગ્યે યોજાશે. PM મોદી શનિવારે રાત્રે પણ બેંગલુરુ રાજભવનમાં જ રહેશે. બીજા દિવસે રવિવારે બેંગલુરુમાં બીજો રોડ શો થશે. સવારે 10 વાગ્યે શરૂ થનારો રોડ શો દસ કિલોમીટર લાંબો હશે. તે જૂના એરપોર્ટ રોડથી શરૂ થશે.

પીએમ મોદી રવિવારે રોડ શો બાદ બે જાહેરસભાઓને પણ સંબોધિત કરશે. બપોરે 2.15 કલાકે શિવમોગા ગ્રામીણ ખાતે પ્રથમ જાહેર સભા યોજાશે. બીજી જાહેર સભા નંજનગુડુ ખાતે સવા પાંચ વાગ્યે યોજાશે. સાંજે 6 કલાકે નંજનગુડુ શ્રી શ્રીકાંતેશ્વર સ્વામી મંદિરમાં દર્શન અને પૂજા કરશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -