36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

11 લોકો પાસેથી વિદેશ જવા માટે પરીવારે 60 લાખ રુપિયા ઉછીના લીધા હતા અને મળ્યું મોત


વિદેશ જવા માટે પરીવારે 11 લોકો પાસેથી 60 લાખ રુપિયા લીધા હતા અને અમેરીકા સુધી પહોંચતા પહેલા જ પરીવારને મોત મળ્યું હતું. ગુજરાતના એજન્ટોએ તેમને અમેરિકા મોકલવા માટે મોટી રકમ લીધી હતી. જેમાં સોનું ગીરવે મૂકીને પણ પરીવાર વિદેશ જવા માગતો હતો.

એજન્ટોની આડમાં પરિવાર કેનેડા પહોંચ્યો હતો અને એજન્ટો દ્વારા તેમને બોટમાં બેસાડવામાં આવ્યા હતા. સેન્ટ લોરેન્સ નદીમાં બોટ પલટી જતાં સમગ્ર ચૌધરી પરિવાર મૃત્યુ પામ્યો હતો. ચૌધરી પરિવારના મૃત્યુના એક મહિના બાદ ત્રણ એજન્ટો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

આ ઘટના મહેસાણાના માણેકપુરામાં રહેતા ચૌધરી પરિવાર સાથે બની હતી. અમેરિકામાં સ્થાયી થવા માટે 11 લોકો સાથે 60 લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને પછી તેમને વિદેશ મોકલતા એજન્ટોને આ રકમ આપી હતી. નક્કી કરવામાં આવ્યું હતું કે પરિવારને ટેક્સીમાં સડક માર્ગે અમેરિકા લઈ જવામાં આવશે પરંતુ એવું બન્યું નહીં.  લોરેન્સ નદીમાં તેમની બોટ પલટી જતા ઘટનામાં મૃત્યુ પામ્યા હતા. ડૂબી જવાથી મોત થયું હતું. બોટ ખીચોખીચ ભરેલી હોવાનું પણ બહાર આવ્યું હતું.

કેનેડામાં પરિવારના મોત બાદ પોલીસ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે પ્રણીન ચૌધરી તેમના પરિવાર સાથે 3 ફેબ્રુઆરીના રોજ ટુરિસ્ટ વિઝા પર કેનેડા ગયા હતા. જ્યારે એજન્ટોને પરિવારના કેનેડા જવાની ખબર પડી તો તેમણે કહ્યું કે જો તેઓ અમેરિકા જવા માંગતા હોય તો તેઓ તેમને મોકલી દેશે. આ માટે વ્યક્તિએ 15 લાખ રૂપિયા ચૂકવવા પડશે. પ્રવીણ ચૌધરીએ તેના સંબંધીઓ અને સોનું ગીરો મૂકીને નિકુલ સિંહને 60 લાખ રૂપિયા આપ્યા હતા. ટેક્સીને બદલે ચૌધરી પરિવારને ખોટી રીતે બોટ મારફતે અમેરિકા મોકલવામાં આવ્યો હતો જે ડૂબી ગયો અને 30-31 માર્ચના રોજ ચૌધરી પરિવારનું મૃત્યુ થયું હતું.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -