માવઠાથી થયેલા નુકસાનને લઈને સહાય પેકેજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. જેમાં હેક્ટર દીઠ 13,500 અને 9,500 ચૂકવવામાં આવશે. રાજ્યના ભંડોળમાંથી પણ સરકાર દ્વારા ખેડૂતોને સહાય કરવામાં આવશે.
માવઠાથી થયેલા નુકસાનને લઈને સહાય પેકેજ જાહેર
13 જિલ્લાના 48 તાલુકામાં સર્વે
હેક્ટર દીઠ 13,500 અને 9,500 ચૂકવવામાં આવશે
સરકાર દ્વારા પ્રતિ હક્ટર 30 હજાર 600ની જાહેરાત
અત્યાર સુધીની આ સૌથી મોટી આર્થિક સહાય
મહત્તમ 2 હેક્ટર માટે સહાય ચૂકવવામાં આવશે
13 જિલ્લાના 48 તાલુકામાં સર્વે રાજ્યના કૃષિ ખાતા દ્વારા કરવામાં આવ્યો હતો. બાગાયતી પાક માટે હેક્ટર દીઠ 30 હજાર 600 સહાય ચૂકવવામાં આવશે. અત્યાર સુધીની આ સૌથી મોટી આર્થિક સહાય હોવાનો દાવો મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા કરવામાં આવ્યો છે.
એસડીઆરએફના નિયમ પ્રમાણે હેક્ટર દીઠ 13500ની સહાય કરવામાં આવે છે. પરંતુ રાજ્ય સરકાર દ્વારા પ્રતિ હક્ટર 30 હજાર 600ની જાહેરાત કરવામાં આવી છે. સહાય માટે ફોર્મ ભરવાની તારીખ સરકાર દ્વારા જાહેર કરવામાં આવશે.
આજે કેબિનેટ બેકનું આયોજન કરાયું હતું. જેમાં મહત્વનો નિર્ણય કૃષિ સહાય પેકેજને લઈને કરવામાં આવ્યો છે. જેથી ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તેવા ખેડૂતો માટે આ ખુશીની સમાચાર સામે આવ્યા હતા. 13 જિલ્લાના 48 તાલુકામાં નુકસાનીની ફરીયાદ સામે આવી હતી જ્યાં સર્વે પૂર્ણ કરાયો છે.
રાજ્ય સરકારે સૌથી મોટા આર્થિક સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આ સાથે આ જાહેરાત કરતા કેબિનેટ મંત્રી અને રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી એવા ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, મહત્તમ 2 હેક્ટર માટે સહાય ચૂકવવામાં આવશે. આ ઉપરાંત એસડીઆરએફ સિવાય સરકાર પોતાના ભંડોળમાંથી સહાય આપશે. 33 ટકાથી ઓછાને નુકસાન બદલ સહાય ચૂકવવામાં નહીં આવે. 13500 ઉપરાંત વધુ 9 હજાર 500ની જાહેરાત સરકારે વધુ કરતા ખેડૂતો માટે આ આનંદના સમાચાર પણ સામે આવ્યા છે.

