35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

પ્લેનમાં જ્યૂસ લઈ જવા ન દેતા 19 વર્ષીય યુવતીએ અધિકારીને બચકું ભર્યું, બીજાને માથામાં કોણી મારી, 3.6 લાખનો દંડ


આજકાલ એરપોર્ટ અને ફ્લાઈટને લગતી વિચિત્ર ઘટનાઓ ચર્ચાનો વિષય બની ગઈ છે. ક્યારેક કોઈ પેસેન્જર કોઈના પર પેશાબ કરે છે અથવા કોઈ વ્યક્તિને ઈજા પહોંચાડે છે. આ દરમિયાન અમેરિકાના ફોનિક્સ સ્કાય હાર્બર ઈન્ટરનેશનલ એરપોર્ટ પર એક યુવતીએ એરપોર્ટ પર હાજર ત્રણ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. આ ઘટના 25 એપ્રિલની કહેવાય છે. અમેરિકાના 19 વર્ષના માકિયા કોલમેને એરપોર્ટ અધિકારીઓ પર હુમલો કર્યો હતો. કોર્ટના રેકોર્ડ મુજબ, જ્યારે એરપોર્ટ અધિકારીઓએ તેણીને સફરજનનો રસ લેવા દેવાની ના પાડી ત્યારે કોલમેન ગુસ્સે થઈ ગઈ હતી.

એરપોર્ટના નિયમો અનુસાર, પ્લેનમાં કોઈપણ પ્રકારનો પ્રવાહી સામાન લઈ જવાની મંજૂરી નથી. આમ છતાં કોલમેન જ્યુસ લેઈ જવા પર અડગ હતી. રિપોર્ટ અનુસાર, 19 વર્ષીય યુવતીએ કચરાપેટીમાંથી જ્યૂસ કાઢવાનો પ્રયાસ કરતાં ચીસો પાડવાનું શરૂ કર્યું, પરંતુ TSA અધિકારીએ તેને અટકાવી હતી. આ પછી યુવતીએ એરપોર્ટ પર ટ્રાન્સપોર્ટેશન સિક્યુરિટી એડમિનિસ્ટ્રેશન (TSA)ના અધિકારીઓ પર હુમલો કર્યો. રિપોર્ટ મુજબ, કોલમેને પછી અન્ય પોલીસ અધિકારીઓ સાથે ઝઘડો કર્યો. તેણે એક એજન્ટને બચકું ભર્યું અને કોણી વડે બીજાને માથામાં માર્યો, જ્યારે ત્રીજાની પોનીટેલ પકડી લીધી હતી.

આરોપી યુવતીને રૂ. 3.6 લાખનો દંડ

માકિયા કોલમેનના હુમલાના થયાની થોડીવાર બાદ ફિનિક્સ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. તેઓએ યુવતીની ધરપકડ કરી. તેના પર 3.6 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ફોજદારી નુકસાન અને અપરાધનો પણ આરોપ છે. એરપોર્ટ અધિકારીઓએ જણાવ્યું હતું કે, હુમલામાં ઘાયલ થયેલા બે TSA એજન્ટોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -