36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું મોટું નિવેદન! કહ્યું- મહારાષ્ટ્રના આગામી CM એનસીપીમાંથી હશે…


મહારાષ્ટ્ર સરકારના પતન અંગેની અટકળો વચ્ચે NCPના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલનું મોટું નિવેદન સામે આવ્યું છે. પાટીલે કહ્યું, બધાએ સ્વીકાર્યું છે કે મહારાષ્ટ્રમાં આગામી મુખ્યમંત્રી રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીમાંથી હશે.” આ સાથે, તેમણે કહ્યું છે કે, NCP ભવિષ્યમાં રાજ્યમાં સૌથી મોટી રાજકીય પાર્ટી તરીકે ઉભરી આવશે. જયંત પાટીલે રવિવારે (30 એપ્રિલ) રાજ્યના સતારા જિલ્લાના કરાડમાં પત્રકારો સાથે વાત કરતા આ નિવેદન આપ્યું હતું.

મહારાષ્ટ્ર સરકારના પતન અંગેની અટકળો શા માટે?

હકીકતમાં, શિવસેનાના 16 ધારાસભ્યોની લાયકાત અંગે સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચનો નિર્ણય આવવાનો બાકી છે, જેમણે ગયા વર્ષે બળવો કરીને શિંદે જૂથમાં જોડાયા હતા. આ ધારાસભ્યોમાં મુખ્યમંત્રી એકનાથ શિંદેનું નામ પણ સામેલ છે. સુપ્રીમ કોર્ટના પેન્ડિંગ નિર્ણયની પૃષ્ઠભૂમિમાં મહારાષ્ટ્ર સરકારના પતન અને શિંદેનું મુખ્યમંત્રી પદ જવાની અટકળો લગાવવામાં આવી રહી છે. આ સિવાય સંજય રાઉત જેવા ઘણા નેતાઓએ આગાહી કરી છે કે શિંદે અને ભાજપની સરકાર લાંબો સમય ટકવાની નથી. આ અટકળો વચ્ચે અજિત પવારની મુખ્યમંત્રી બનવાની ઈચ્છા પણ વ્યક્ત કરવામાં આવી હતી, તો આવી સ્થિતિમાં જયંત પાટીલના નિવેદન પરથી ભારે રાજકીય મહત્ત્વ કાઢવામાં આવી રહ્યું છે.

બધાની આંખો ‘સુપ્રીમ’ નિર્ણય પર 

સુપ્રીમ કોર્ટના નિર્ણયથી મહારાષ્ટ્ર સરકારને ફટકો પડશે તો શું એનસીપી ટેકો આપીને બચાવશે, એવો સવાલ ઉઠી રહ્યો છે. જો NCP સમર્થન આપશે તો તેની પાસે મુખ્યમંત્રી પદની માગ કરવાનો વિકલ્પ રહેશે. સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ આ તમામ અટકળોનો અંત આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -