તમે એ વિચારીને શાંતિથી સૂઈ રહ્યા છો કે કોરોના વાયરસ પછી આપણી સામે કોઈ ખતરો નથી, તો ફરી એકવાર જાગવાનો સમય આવી ગયો છે. વાસ્તવમાં આફ્રિકાના દેશ સુદાનમાં લડવૈયાઓએ સેન્ટ્રલ લેબ પર કબજો કરી લીધો છે. હકીકતમાં, સુદાનમાં સેના અને અર્ધલશ્કરી દળો વચ્ચે સત્તાનો સંઘર્ષ ચાલી રહ્યો છે. આમાં મુખ્યત્વે બે પક્ષો એટલે કે આર્મી જનરલ અબ્દેલ-ફતાહ બુરહાન અને આરએસએફ ચીફ જનરલ મોહમ્મદ હમદાન દગાલો વચ્ચે લડાઈ ચાલી રહી છે. આ લડાઈને કારણે સુદાન સંપૂર્ણપણે તબાહ થઈ ગયું છે. દરેક જગ્યાએ મૃતદેહો વિખરાયેલા છે અને હોસ્પિટલો બંધ પડી છે. દરમિયાન, આ લડવૈયાઓએ અહીંની સૌથી મોટી સાર્વજનિક લેબ પર કબજો કરી લીધો છે અને હવે તેના કારણે વિશ્વ ચિંતિત છે.
સુદાન લેબ પર કબજાથી ચિંતા શા માટે?
વિશ્વભરના તમામ વૈજ્ઞાનિકો અને આરોગ્ય નિષ્ણાતો સુદાન લેબ પર કબજાને લઈને ચિંતિત છે કારણ કે આ સેન્ટ્રલ લેબ એવી લેબ છે જ્યાં તમામ પ્રકારની બીમારીઓના સેમ્પલ રાખવામાં આવે છે. ઓરી, પોલિયો અને કોલેરા જેવી જીવલેણ બીમારીઓના સેમ્પલ અહીં રાખવામાં આવે છે. જો આ સેમ્પલ સાથે સહેજ પણ છેડછાડ કરવામાં આવી તો દુનિયામાં બીમારીઓનો બોમ્બ ફૂટી શકે છે અને મોટી વસ્તી આ બીમારીઓનો શિકાર બની શકે છે.
WHOએ શા માટે એલર્ટ કર્યું
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને ચેતવણી આપી છે કે લડવૈયાઓએ સુદાનમાં રાષ્ટ્રીય જાહેર પ્રયોગશાળા પર કબજો કર્યો છે જેમાં પોલિયો અને ઓરી સહિતની બીમારીઓના સેમ્પલ છે, જેનાથી “અત્યંત જોખમી” પરિસ્થિતિ ઉભી થઈ ગઈ છે.
સુદાનમાં WHOના પ્રતિનિધિ નીમા સઈદ આબિદે જણાવ્યું કે, “લડવૈયાઓએ લેબમાંથી તમામ ટેકનિશિયનોને બહાર કાઢી દીધા છે અને લેબ લડવૈયાઓના નિયંત્રણમાં છે.”
1 ભૂલ પડશે ભારે, દુનિયા બની જશે ‘બેક્ટેરિયાનો બોમ્બ‘
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનનું એમ પણ કહેવું છે કે જો કોઈ ભૂલના કારણે આ બીમારીઓનો આઈસોટોપ ફેલાશે તો તે દુનિયા માટે વધુ ઘાતક સાબિત થઈ શકે છે. આ સિવાય નોંધનીય બાબત એ છે કે અહીં વીજળી નથી અને જો લેબ યોગ્ય રીતે કામ ન કરી શકે તો કોઈપણ પ્રકારનું લીકેજ પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, આ લેબ ‘બેક્ટેરિયાના બોમ્બ’માં ફેરવાઈ શકે છે અને આ વિશ્વને તબાહ કરવા માટે પૂરતું છે.

