30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમદાવાદ: હચમચાવે એવી ઘટના, સરખેજમાં ઘોળિયામાં સૂતેલા માસૂમ બાળકને શ્વાનનોનું ટોળું ઉપાડી ગયું, બચકાં ભર્યાં, ઘટના CCTVમાં કેદ


અમદાવાદમાં રખડતા ઢોર બાદ હવે રખડતા શ્વાનનો આંતક સતત વધી રહ્યો છે. શહેરના સરખેજ વિસ્તારમાંથી રખડતા શ્વાનોનો હચમચાવે એવો વીડિયો સામે આવ્યો છે. સોનલ સિનેમા રોડ વિસ્તારમાં એક ઘોડિયામાં સૂતેલા ત્રણ મહિનાના બાળકને રખડતા શ્વાનોનું ટોળું ઊંચકીને લઈ જાય છે અને પછી બચકાં ભરે છે. જો કે, સ્થાનિક લોકો માસૂમ બાળકને રખડતા શ્વાનોના ચંગુલમાંથી છોડાવે છે. આ રુંવાટા ઊભા કરે એવી ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.

મળતી માહિતી મુજબ, સરખેજ વિસ્તારમાં સોનલ સિનેમા રોડ પર આવેલી એક સોસાયટીના મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું. ત્યારે ગુરુવારે મજૂરી કામ કરતા પરિવારનું 3 મહિનાનું નવજાત બાળક ઘોળિયામાં સૂતું હતું. ત્યારે બેથી 4 શ્વાનનું ટોળું ત્યાં આવ્યું હતું અને ઘોળિયામાંથી નવજાત બાળકને બરા કાઢી તેના શરીરના બાઘે બચકાઓ ભર્યા હતા. જો કે, સ્થાનિક લોકો જોઈ જતાં તેમણે માસૂમ બાળકને શ્વાનોના ચુંગલમાંથી છોડાવ્યું હતું.

સ્થાનિક લોકોમાં રખડતા શ્વાનનો ડર

આ સમગ્ર ઘટના ત્યાંના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે. હાલ બાળકને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યું છે. પરંતુ, આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે. સ્થાનિક લોકોમાં રખડતા શ્વાનનો ડર સતાવી રહ્યો છે. જ્યારે બીજી તરફ રખડતા શ્વાન પર અંકુશ લાવવા મામલે તંત્રની ઘોર બેદરકારી સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -