31 C
Ahmedabad
Monday, March 2, 2026

ગાંધીનગર: કલ્ચરલ ફોરમની નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ૪૬ ટીમો ભાગ લેશે


ગાંધીનગરમાં ક્રિકેટનો રોમાંચક મુકાબલો આરંભાશે. ગાંધીનગર કલ્ચલર ફોરમ આયોજીત ‘એકાર્થ GCF કપ’ નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટ આવતીકાલે એટલે કે ૨૧મી એપ્રિલથી સેકટર-૮ના ગાંધીનગર સ્પોર્ટસ એકેડમીના ગ્રાઉન્ડમાં આરંભાશે.

૧૮ દિવસ ચાલનારી ટેનિસ બોલ અને મેચીસ બોલ પર રમાનારી નાઈટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં શહેરની ૪૬ ટીમો ભાગ લઈ રહી છે. રોજેરોજ ૬ ટીમોની ૩ મેચ સાંજે ૬ થી ૧૨ દરમિયાન યોજાશે. શહેરના તબીબો, અધિકારીઓ, બિલ્ડરો, અધ્યાપકો, વ્યાપારીઓ એમ વિવિધ સંગઠનોની ૪૬ ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો રમણીય વાતાવરણમાં ખેલાશે. આવતીકાલે ગાંધીનગરના મેયર હિતેષ મકવાણા અને ધારાસભ્ય રીટાબેન પટેલની ઉપસ્થિતિમાં પ્રથમ ફ્રેન્ડલી મેચ ગાંધીનગરના ડૉકટર્સ અને કલ્ચરલ ફોરમની ટીમ વચ્ચે યોજાશે.

૧૮ દિવસ ચાલનારા રોમાંચક રમતનું LED સ્ક્રીન ઉપર જીવંત પ્રસારણ કરાશે. તથા પ્રત્યેક બોલની રનીંગ કોમેન્ટ્રી પણ આપવામાં આવશે. તમામ પ્રેક્ષકો માટે બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે અને દરેક ક્રિકેટ રસિકોને નિઃશુલ્ક પ્રવેશ પાસ સ્પોર્ટસ એકેડમી અને કલ્ચરલ ફોરમની ઓફિસેથી મળશે.

ટેનિસ બોલ અને મેચીસ બોલની બંને ટુર્નામેન્ટમાં વિજેતા ટીમને એક-એક લાખ રૂપિયા અને રનર્સ અપ ટીમને પચાસ-પચાસ હજાર રૂપિયા રોકડા ઈનામ તરીકે અપાશે. આ ઉપરાંત દરેક મેચના મેન ઓફ ધ મેચ, બેસ્ટ બોલર અને બેસ્ટ બેટ્સમેન ને કડી સર્વ વિશ્વવિદ્યાલય દ્વારા રોકડ ઈનામો આપવામાં આવશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -