વેજલપુરના વાસણા વિસ્તારમાં મકાનની છતના પોપડા પડતા બેના મોત નિપજ્યા છે. જીવરાજ પાર્ક પાસે આવેલા શિવશંકરનગરમાં આ બનાવ સામે આવ્યો હતો. આ ઘટનામાં પિતા-પુત્રના મોત નિપજ્યા હોવાનું પ્રથમ દ્રષ્ટીએ સામે આવ્યું હતું.
પંખો પડવાથી પિતાનું અને પોપડા પડી જવાથીટ પુત્રનું મોત નિપજ્યું છે. આ પ્રકારની ઘટનાઓ ખાસ કરીને જૂના મકાનમાં સામે આવી હતી. ખાસ કરીને જૂના મકાનોમાં આ પ્રકારે પોપડા ઉખડી જવાની ઘટનાઓ મોટા પ્રમાણમાં સામે આવતી હોય છે પરંતુ રેર કિસ્સાઓમાં જ મોતના બનાવો બનતા હોય છે ત્યારે આ મામલે મોતની ઘટના બનતા સૌ કોઈ ચોકી ઉઠ્યા છે. આજુ-બાજુમાં રહેતા લોકોમાં પણ ચિંતા છે કેમ કે, બિલ્ડીંગમાં જૂના મકાનોમાં આ પ્રકારની ઘટનાઓ વધુ સામે આવી રહી છે.
ખાસ કરીને અમદાવાદમાં કેટલાક જૂનો મકાનોમાં રીડેવલપમેન્ટની પ્રક્રીયા તેજીથી ચાલી રહી છે ત્યારે કેટલાક જૂના મકાનો એ જ સ્થિતિમાં જોવા મળી રહ્યા છે ત્યારે આ પ્રકારની ધટના પણ ઘટતી હોય છે. કેટલાક હાઉસિંગના મકાનોમાં આ સ્થિતિ વધુ જોવા મળી રહી છે.

