35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

જામનગર: એકલવાયું જીવન જીવતા વૃદ્ધે પોતાના ઘરમાં છતની હુકમાં ચુંદડી બાંધી ગળે ફાસો ખાઈ આપઘાત કર્યો


જામનગર શહેરના સુભાષ શાકમાર્કેટ વિસ્તારમાંથી એક હચમચાવે એવો બનાવ પ્રકાશમાં આવ્યો છે. અહીં, મોતીસારમાં રહેતા એક વૃદ્ધે તેમના ઘરે જ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી. આ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરાતા પોલીસની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.

એકલવાયું જીવન જીવતા હતા વૃદ્ધ

મળતી માહિતી મુજબ, જામનગર શહેરમાં આવેલા સુભાષ શાક માર્કેટ પાસે મોતીસારમાં રહેતા સિનિયર સિટિઝન 57 વર્ષીય જગદીશભાઈ સરવૈયા એકલવાયું જીવન જીવતા હતા. દરમિયાન વૃદ્ધે પોતાના ઘરની છતના હુકમાં ચુંદડી બાંધી ગળે ફાંસો ખાધો હતો અને જીવન ટૂકાવ્યું હતું. ઘટનાની જાણ પાડોશીઓને થતા તેમણે 108 એમ્બ્યુલસની ટીમને બોલાવી હતી. જો કે, ટીમે તપાસ કરતાં વૃદ્ધનું મૃત્યુ નીપજ્યાનું જણાયું હતું. ત્યાર બાદ આ અંગે મૃતકના ભત્રીજાને જાણ કરતા તે પણ ત્યાં આવી પહોંચ્યા હતા. જ્યારે આ મામલે સ્થાનિક પોલીસને જાણ કરતા પોલીસની ટીમ ત્યાં આવી હતી અને અક્સમાતે મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. જો કે, વૃદ્ધની આત્મહત્યા પાછળનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -