35.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

વડાપ્રધાનના કાર્યક્રમને લઈ વનતંત્રમાં દોડધામ,પ્રોજેક્ટ લાયનને સંભવિત તારીખ 26 એપ્રિલના વડાપ્રધાનના હસ્તે અમલમાં મુકવાની શક્યતા


ગાંધીનગરથી લઈ સાસણ સુધીના અધિકારીઓ વડાપ્રધાનના કાર્યક્રમને આખરી ઓપ આપી રહ્યા છે પ્રોજેક્ટ ટાઈગર પ્રોજેક્ટ એલિફન્ટની સફળતા બાદ સિંહોને રક્ષા સુરક્ષા અને આરોગ્ય માટે મહત્વનો એવો પ્રોજેક્ટ લાયનને કેન્દ્ર અને રાજ્ય સરકારના વનતંત્રના અધિકારીઓ દ્વારા ત્રણ વર્ષથી તૈયાર કરવામાં આવી રહ્યો છે હવે વડાપ્રધાનના હસ્તે પ્રોજેક્ટ લાયનને અમલમાં મુકવા માટેની તજવીજ ચાલી રહી છે.

વડાપ્રધાન સોમનાથ અને સાસણમાં પ્રવાસે આવવાના છે તેના માટે સંભવિત તારીખ 26 નક્કી કરવામાં આવી છે વડાપ્રધાનના કાર્યક્રમને લઈ ગાંધીનગરના વન વિભાગના અધિકારીઓની સાસણ અને જુનાગઢમાં દોડધામ વધી ગઈ છે વન વિભાગના અધિકારીઓ નાનામાં નાની બાબતને લઇ તંત્રના અધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓ સાથે સતત ચર્ચા વિચારણા કરી રહ્યા છે પ્રોજેક્ટ લાયનને અમલમાં મૂકવામાં આવ્યા બાદ શું ખરા અર્થમાં સિંહોને રક્ષા સુરક્ષાને ખૂટતું જંગલ સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે કે કેમ તેને લઈ સિંહ પ્રેમીઓમાં અનેક ચર્ચાઓ ચાલી રહી છે સિંહો માટે નવું ઘર શોધવાની છેલ્લા ઘણા વર્ષોથી વન વિભાગ મથામણ કરી રહ્યું છે પરંતુ સરકાર દ્વારા તેને મંજૂરી આપવામાં આવે તેની રાહ જોવાઈ રહી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -