30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ગીર સોમનાથ – ઉનામાં ભડકાઉ ભાષણના કેસમાં કાજલ હિન્દુસ્તાનીને રાહત


ગીર સોમનાથ – ઉનામાં ભડકાઉ ભાષણના કેસમાં કાજલ હિન્દુસ્તાનીને રાહત

કાજલ હિન્દુસ્તાનીને જામીન મળ્યા. ઉના કોર્ટ દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરવામાં આવ્યા. ઉનામાં ભડકાઉ ભાષણના કેસમાં કોર્ટ તરફથી રાહત મળી હતી. અગાઉ આ ચૂકાદો અનામમ રાખવામાં આવ્યો હતો ત્યારે ફરી આજે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે આ દરમિયાન ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

કાજલ હિન્દુસ્તાનીએ લવ જેહાદ મુદ્દે સેના બનાવવા આહવાન કર્યું હતું. જો કે, કાજલ હિન્દુસ્તાનીના ભાષણના ઘેરા પ્રત્યાઘાત પડ્યા.

અગાઉ વીએચપી દ્વારા કાજલ હિન્દુસ્તાનીને સપોર્ટ પણ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે રોષ પણ ઠાલવ્યો હતો. અગાઉ રામનવમી પર્વ નિમિત્તે ભડકાઉ ભાષણનો મુદ્દે કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરી હતી. વીએચપી દ્વારા કાજલ હિન્દુસ્તાનીના જામીન મંજૂર કરી ફરિયાદ રદ કરવાની પણ માગ કરવામાં આવી હતી.

ગીર સોમનાથના ઉનામાં રામ નવમીના તહેવાર નિમિત્તે ભડકાઉ ભાષણ આપવાના આરોપમાં કાજલ હિન્દુસ્તાનીની ધરપકડ કરવામાં આવી હતી. VHPએ કાજલ હિન્દુસ્તાની સામેની ફરિયાદ પર રોસ પણ અગાઉ વ્યક્ત કર્યો છે. VHPએ કાજલ હિન્દુસ્તાનીને જામીન અને ફરિયાદ રદ કરવાની માંગ કરી હતી. જૂનાગઢ પોલીસે અગાઉ અટકાયત પણ કરી હતી

 

 


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -