31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ક્યારે, ક્યાં અને કેવી રીતે… વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ રૂપિયા 122 કરોડમાં વેચાઈ! જાણો સમગ્ર હકીકત


લક્ઝરી કારની સાથે સાથે VIP અને ફેન્સી નંબર પ્લેટનો પણ લોકોમાં ઘણો ક્રેઝ છે. આ ફેન્સી નંબરોની ખરીદી માટે લોકો સૌથી મોટી બોલી પણ લગાવે છે. આ નંબરો ભારતમાં RTO કચેરીઓ દ્વારા પણ વેચવામાં આવે છે. પરંતુ લેટેસ્ટ મામલો દુબઈનો છે, જ્યાં દુનિયાની સૌથી મોંઘી નંબર પ્લેટ વેચાઈ છે. આ બે અક્ષરની નંબર પ્લેટની કિંમતમાં તમે સેંકડો Toyota Fortuner SUV ખરીદી શકો છો.

દુબઈમાં યોજાયેલી હરાજી દરમિયાન એક વ્યક્તિએ તેની કાર માટે ‘P7’ રજિસ્ટ્રેશન પ્લેટ ખરીદી હતી. આ નંબર માટે કુલ 55 લાખ દિરહામની બોલી લગાવવામાં આવી હતી. જે ભારતીય ચલણમાં રૂપાંતરિત થવા પર લગભગ 122.5 કરોડ રૂપિયા થશે. 1.25 અબજ રૂપિયાની કિંમતની નંબર પ્લેટ આ વર્ષે હરાજી થનારી વિશ્વની સૌથી મોંઘી નંબર પ્લેટ હોવાનું માનવામાં આવે છે. આ પહેલા બુગાટી કારના માલિકે 132 કરોડ રૂપિયામાં “F1” નંબર પ્લેટ ખરીદી હતી, જેનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ નોંધાયેલું છે.

 હૃદયના ધબકારા વધારી દે તેવી હરાજી

નંબર પ્લેટ માટે શરૂઆતી બિડ 1.5 મિલિયન દિરહામ હતી અને થોડી જ સેકંડમાં બિડ 30 મિલિયનને વટાવી ગઈ. ત્યારબાદ કેટલીક મિનિટો માટે બિડ 25 મિલિયન પર સ્થિર થઈ. પરંતુ આ દરમિયાન ભીડમાંથી બીજી બોલી લગાવવામાં આવી અને આ નંબર પ્લેટની કિંમત 5.5 મિલિયન દિરહામ સુધી પહોંચી ગઈ. આ છેલ્લી બોલી હતી, અને તેના ખરીદનારએ પોતાનું નામ જાહેર ન કરતાં, 5.5 મિલિયન દિરહામમાં નંબર પ્લેટ ખરીદી હતી. આ પછી હરાજી હોલ તાળીઓના ગડગડાટથી ગુંજી ઉઠ્યો હતો.

હરાજીની આવક દાનમાં આપવામાં આવશે

જુમેરાહની ફોર સીઝન્સ હોટેલમાં આયોજિત આ કાર્યક્રમનું આયોજન અમીરાત ઓક્શન, દુબઈ રોડ્સ એન્ડ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી, એતિસલાત અને ડુ દ્વારા કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ દરમિયાન અન્ય ઘણી VIP નંબર પ્લેટ્સ અને ફોન નંબરોની હરાજી કરવામાં આવી હતી અને આ હરાજી પ્રક્રિયા દ્વારા રમઝાન ફૂડ અપીલ માટે લગભગ 97,920,000 દિરહામ એટલે કે 2 અબજ 18 કરોડ રૂપિયાની રકમ એકત્ર કરવામાં આવી છે. હરાજીમાંથી મળેલી રકમ વન બિલિયન મીલ્સ અભિયાનમાં જશે, જે વૈશ્વિક ભૂખ સામે લડવાના પ્રયાસોને પ્રોત્સાહન આપવા માટે શરૂ કરવામાં આવી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -