36.8 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ધારાસભ્યો અને સાંસદો સામેના પેન્ડિંગ કેસોની ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી થશે


ધારાસભ્યો અને સાંસદો સામેના પેન્ડિંગ કેસોની હાઈકોર્ટમાં સુનાવણી થશે. જેમાં ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ કેસો મામલે સુનાવણી થશે. સુપ્રીમકોર્ટના નિર્દેશ અનુસાર હાઈકોર્ટે ધારાસભ્યો-સાંસદો સામેના કેસો ઝડપી ચલાવવા આદેશ કર્યો હતો.

રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર 61 કેસ પેન્ડિંગ છે અને હાઈકોર્ટના જણાવ્યા અનુસાર 48 કેસ પેન્ડિંગ છે. તેથી, હાઇકોર્ટની બેન્ચે બંને ડેટાને ક્રોસ ચેક કરવાનો નિર્દેશ અગાઉ માર્ચ મહિનામાં થયેલી સુનાવણી દરમિયાન આપ્યો હતો.

હાઈકોર્ટે ગત સુનાવણીમાં કડક વલણ અપનાવ્યું હતું. હાઈકોર્ટે અગાઉ તમામ જિલ્લા અદાલતોને નેતા સામે ફોજદારી કેસ હાથ ધરવા નિર્દેશ આપ્યો હતો અને કહ્યું હતું કે રાજ્યની અદાલતોમાં પડતર કેસોની દૈનિક ધોરણે સૂચિબદ્ધ કરવામાં આવે અને વહેલામાં વહેલી તકે નિકાલ કરવામાં આવે.

વિવિધ અદાલતોમાં રોજિંદા ધોરણે સીટીંગ અને ભૂતપૂર્વ સાંસદો અને ધારાસભ્યોના પેન્ડિંગ ફોજદારી કેસોનો નિકાલ કરવાના સર્વોચ્ચ અદાલતના આદેશના સંદર્ભમાં હાઇકોર્ટે સુઓ મોટુ રિટ દાખલ કરી હતી. અગાઉ આ મામલે સાંસદો અને ધારાસભ્યો સામે પેન્ડિંગ કેસની સ્થિતિ અંગે એક ચાર્ટ પણ રજૂ કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે વધુ સુનાવણી થશે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -