30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

અમદાવાદ: મહાઠગ કિરણ પટેલ કેસને લઈ મોટા સમાચાર, ક્રાઇમ બ્રાંચની ટીમ કિરણ પટેલની સાથે ઘોડાસરમાં તેના ઘરે પહોંચી


બલ્ફ માસ્ટર કિરણ પટેલ કેસને લઈ એક મોટા સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ સોમવારે સાંજે કિરણ પટેલને લઈ ઘોડાસરમાં આવેલા તેના ઘરે તપાસ અર્થે પહોંચી છે. અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ કિરણ પટેલના ઘરે જરૂરી દસ્તાવેજ, બેંક એકાઉન્ટ, રોકડ અને દાગીના સહિતની તપાસ હાથ ધરશે.

મળતી માહિતી મુજબ, અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ સોમવારે આરોપી કિરણ પટેલને લઈ ઘોડાસરમાં આવેલા તેના ઘરે પહોંચી છે. માહિતી છે કે ક્રાઇમ બ્રાંચ કિરણ પટેલના ઘરે જરૂરી દસ્તાવેજ, બેંક એકાઉન્ટ, રોકડ, દાગીના સહિતની તપાસ હાથ ધરશે. જો કે, અત્યાર સુધી કિરણ પટેલના બેંક એકાઉન્ટમાંથી કોઈ મોટી રકમનું ટ્રાન્ઝેક્શન થયું હોય એવું સામે આવ્યું નથી. પરંતુ, ક્રાઇમ બ્રાંચની ટીમ કિરણ પટેલના તમામ બેંક એકાઉન્ટની તપાસ કરવા માટે જે તે બેંકનો પણ સંપર્ક કરી શકે છે.

પૂર્વમંત્રીના ભાઈનો બંગલો પચાવી પાડવાનો આરોપ

જણાવી દઈએ કે, મહાઠગ કિરણ પટેલ અને તેની પત્ની માલિની પટેલ વિરુદ્ધ પૂર્વ મંત્રીના ભાઈ જગદીશ ચાવડાનો સિંધુભવન ખાતે આવેલો બંગલો પચાવી પાડવાનો આરોપ છે. ઉપરાંત, રિનોવેશનના નામે રૂ. 35 લાખ લીધા હોવાની પણ ફરિયાદ છે. આ અંગે પોલીસ ફરિયાદ થતા અમદાવાદ ક્રાઇમ બ્રાંચની ટીમ કિરણ પટેલ અને તેની પત્નીની પૂછપરછ હાથ ધરી છે. આ પહેલા કિરણ પટેલની પત્નીની પણ નડિયાદથી ધરપકડ કરવામાં આવી હતી. ત્યારે હવે બંનેની સાથે પૂછપરછ થાય તેવી માહિતી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -