31 C
Ahmedabad
Tuesday, March 3, 2026

સાઉથના સુપરસ્ટાર રામચરણે પત્ની સાથે સમય વિતાવાવ લીધો બ્રેક .


સાઉથ ફિલ્મોના સુપરસ્ટાર રામ ચરણ ગરઅત્યારે પત્ની સાથે સમય વિતાવી રહ્યા છે. ફિલ્મોમાંથી થોડો બ્રેક લીધો છે. અભિનેતાએ તેની પત્ની સાથે સમય પસાર કરી રહ્યો છે. અભિનેતા અત્યારે તેની પત્ની સાથે માલદીવ પહોંચ્યો છે. રામ ચરણ અને ઉપાસના એરપોર્ટ પર જોવા મળ્યા હતા. તેઓ એકબીજા સાથે ટાઈમ વિતાવવા માટે માલદીવ જવા રવાના થયા છે. જેમના વીડીયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે.

થોડા મહિના પહેલા જ રામ ચરણે જાહેરાત કરી હતી કે તેઓ પત્ની ઉપાસના સાથે તેમના પ્રથમ બાળકનું સ્વાગત કરવા માટે તૈયાર છે. આ ઉપરાંત પત્ની સાઉથની સુપરહિટ ફિલ્મ આરઆઆર ટીમના વિદેશ પ્રવાસ દરમિયાન રામ ચરણની સાથે પણ જોવા મળી હતી. ઓસ્કાર 2023માં RRR ટીમને ઉત્સાહિત કરવા માટે તે લોસ એન્જલસમાં સાથે ગઈ હતી.

પોતાના વ્યસ્ત શિડ્યુલને કારણે રામ ચરણ તેની ગર્ભવતી પત્નીને વધુ સમય આપી શક્યા ન હતા, જેના કારણે હવે તે તેની સાથે માલદીવ વેકેશન પર ગયા છે. અભિનેતા તેની પત્ની સાથે વધુને વધુ સમય વિતાવવા માંગે છે માટે અત્યારે કામથી થોડો સમય બ્રેક લઈને પત્ની સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું છે. ત્યારે રામચરણની પત્ની ઉપાસનાએ ફ્લાઇટમાંથી ઇન્સ્ટાગ્રામ પર એક વિડિયો શેર કર્યો હતો. જેમાં તેણે માલદીવનો લોકેશન તરીકે ઉલ્લેખ કર્યો હતો. વીડિયો શેર કરતી વખતે તેણે કેપ્શનમાં લખ્યું- હેલો માલદીવ્સ.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -