શિક્ષણ એ ભાવિ પેઢીના વિકાસ માટેનો પાયો છે પરંતુ સરકાર દ્વારા સરકારી શિક્ષણ કરતાં ખાનગી શિક્ષણને પ્રોત્સાહન આપવામાં આવી રહ્યું છે અને તેના લીધે સામાન્ય અને ગરીબ વર્ગના લોકોએ ઉચ્ચ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરવા માટે ફરજિયાત ખાનગી શાળાઓમાં જવું પડે એવી હાલત છે 31-12-2022 ની સ્થિતિ મુજબ જૂનાગઢ જિલ્લામાં 715 ગુજરાતી માધ્યમની અને બે અંગ્રેજી માધ્યમની મળી કુલ 717 પોરબંદર જિલ્લામાં 308 ગુજરાતી અને એક અંગ્રેજી માધ્યમની મળી 309 અને ગીર સોમનાથ જિલ્લામાં 546 ગુજરાતી અને ત્રણ અંગ્રેજી માધ્યમની સરકારી પ્રાથમિક શાળા આવેલી છે આ ત્રણેય જિલ્લામાં કુલ 1572 સરકારી પ્રાથમિક શાળા આવેલી છે
જેમાં 1198 પ્રાથમિક શાળાઓની જગ્યા ખાલી છે જ્યારે 8509 જગ્યા ભરાયેલી છે સરકાર દ્વારા શાળાઓમાં ભરતી માટેની જાહેરાત આપવામાં આવી હતી પરંતુ ભરતી પ્રક્રિયા છ માસ કરતા વધુ સમયથી ટલ્લે ચડી છે તેમાં ધ્યાન આપવામાં આવતું નથી પરંતુ જ્ઞાનસેતુ સ્કૂલ અને સ્કૂલ એક્સલન્સ પ્રોજેક્ટ પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે ત્યારે આવા પ્રોજેક્ટના બદલે સરકારી શાળાઓમાં શિક્ષકોની ભરતી પ્રક્રિયા તાત્કાલિક કરવામાં આવે તેવી માંગ ઉઠી છે

