30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

VIDEO – બનાસકાંઠા- આ સમાજના આગેવાનાઓ યુવાનોને દાઢી ના રાખવા આદેશ, નિયમ ભંગ બદલ કરાશે 51 હજાર દંડ


VIDEO ડાઉનલોડ કરવા અહીં કરો ક્લિક

https://we.tl/t-wFwslJNMh7

બાઈટ 1 દિનેશભાઇ વકીલ, મંત્રી 54 ગામ ચૌધરી સમાજ ધાનેરા

બાઈટ 2 – નવા ભાઈ ચૌધરી, અર્બુદા સેના પ્રમુખ ધાનેરા

બાઈટ 3 – અજબાભાઈ ચૌધરી -આગેવાન ચૌધરી સમાજ

બાઈટ 3 – રીંકલ ચૌધરી, યુવા મહિલાબાઈટ 1 દિનેશભાઇ વકીલ, મંત્રી 54 ગામ ચૌધરી સમાજ ધાનેરા

બાઈટ 2 – નવા ભાઈ ચૌધરી, અર્બુદા સેના પ્રમુખ ધાનેરા

બાઈટ 3 – અજબાભાઈ ચૌધરી -આગેવાન ચૌધરી સમાજ

બાઈટ 3 – રીંકલ ચૌધરી, યુવા મહિલા

વિડિયો જોવા માટે નીચે ની લીંક પરથી જોઈ શકો છો.

https://we.tl/t-wFwslJNMh7

ધાનેરા તાલુકાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે આખો સમાજ ધાનેરાની કોલેજ કેમ્પસમાં મળ્યો હતો. સમાજમાં મોટા પ્રમાણમાં સુધારા માટે બેઠક મળી હતી. તાલુકામાં પાણીની સમસ્યા ઉભી થવાથી ખર્ચાઓ ઉપર પણ કંન્ટ્રોલ કરવા માટે તેમજ યુવાનોને દાઢી ના રાખવા આગેવાનો દ્વારા સામાજીક સુધારા કરાયા હતા અને જે નિયમનો ભંગ કરશે તેને દંડ કરવાની જોગવાઈ કરી છે.

ધાનેરા તાલુકામાં આંજણા ચૌધરી સમાજ જે રાજસ્થાનને અડીને હોવાથી કેટલાક સામાજીક વ્યસનો છે અને તેમાં પણ કોઇપણ ખોટા ખર્ચ વ્યસનમાં થતા હોવાથી તે બંધ કરાવવા તેમજ સમાજમાં સામાજીક સુધારા અને સમૂહલગ્ન બાબતે ચર્ચા વિચારણા કરવા માટે એક ખાસ સંમેલન બોલાવવામાં આવ્યું હતું. જેમાં શિકારપુરા ધામના ગાદિપતિશ્રી દયારામજી મહારાજ દ્વારા કહેવામાં આવ્યું કે, હિન્દુ ધર્મમાં દાઢી રાખવી એ સંત મહાત્માનું કામ છે પરંતુ યુવાનો આવી દાઢી રાખે એ સમાજને શોભતું નથી માટે દાઢી રાખવી જોઇએ નહીં. જેથી આવા વચનો પાળવા માટે પણ સમાજમાં કડક નિયમ બનાવ્યો હતો. જે યુવાનો દાઢીઓ રાખીને ફરે છે તે ન રાખવા માટે પણ ફરમાન જારી કરવામાં આવ્યું છે.
54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં દાઢી રાખનાર યુવાનના પરિવાર પાસેથી રૂ.51 હજારનો દંડ

દાઢી રાખનાર યુવાન સામે સમાજ દ્વારા દંડ કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે, દાઢી રાખનારને 51 હજારનો દંડ ધાનેરાના 54 ગામ ચૌધરી સમાજ દ્વારા સમાજમાં દાઢી રાખનાર યુવાનના પરિવાર પાસેથી રૂ.51 હજારનો દંડ વસૂલવાની જોગવાઇ કરાઇ છે. તો ધાનેરાની ત્રિસી અને ચોવીસી સમાજના આગેવાનોએ અને યુવાનોની મિટિંગમાં સમાજમાં પ્રથમ સમૂહલગ્ન કરવાનું આયોજન કરાયું છે. ચૌધરી-આંજણા સમાજના કોઈ મરણ પ્રસંગમાં વ્યસનને તીલાંજલિ આપવાનો પણ ઠરાવ કરાયો છે તેમ છતાં કોઈ વ્યસન કરશે તો તેને એક લાખ દંડ કરવાની જોગવાઈ કરાઈ છે.

લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મુકવા પત્રિકા સાદી છપાવવાનો પણ ઠરાવ

આ સિવાય ભોજન પ્રસંગમાં પૌષ્ટિક ભોજન બનાવવું અને પીરસવા માટે ભાડૂતી માણસો ના લાવવાની પણ અપીલ કરાઈ છે તો લગ્ન પ્રસંગે ડીજે પર પ્રતિબંધ મુકવાની તેમજ જન્મ દિવસ હોટલમાં મનાવવા પર પણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગમાં ફટાકડા લિમિટમાં ફોડવા અને પત્રિકા સાદી છપાવવાનો પણ ઠરાવ કરાયો છે . ચૌધરી સમાજની આ બેઠકમાં સમાજીક સુધારણા વિશે ચર્ચાઓ કરાઇ હતી અને સમાજમાં થતા ખોટા ખર્ચાઓ તેમજ વ્યસનો બંધ કરવા માટે હાકલ કરતાં સમાજના તમામ લોકોએ તેમાં ટેકો પુરાવ્યો હતો. જેમાં વિવિધ 22 જેટલા સુધારાઓ કરીને ઠરાવ કરી તેનો કડક અમલ થાય તે માટે જોગવાઈ કરી હતી. જેને સમાજે વધાવી લીધો છે .

 22 મુદ્દાઓનો અમલ કરાયો

 સામાજિક સુધારા માટે ચૌધરી સમાજનાં  ઠરાવ
યુવાનોને સ્ટાઇલિશ દાઢી રાખવા પ્રતિબંધ

સમાજમાં સમૂહ લગ્નનું આયોજન કરવું

સ્ટાઇલિશ દાઢી રાખતા યુવાનોને 51, 000નથી દંડ

દીકરા દીકરીને પાટે બેસાડવાનું સવારે રાખવું તથા દીકરાનો જમણવાર પાટના દીવસે કરી દેવો, મામેરું પણ એજ વખતે ભરવું

મરણ પ્રસંગમાં અફીણ બંધ કરવામાં આવે, જે ચાલું રાખશે તેને રૂપિયા એક લાખનો દંડ

મરણ પ્રસંગમાં વ્યસને તિલાંજલિ આપવાનું ફરમાન

વ્યસનને તિલાંજલિ ન આપનારને રૂપિયા એક લાખનો દંડ

લગ્ન પ્રસંગમાં પત્રિકા સાદી છપાવવી

લગ્ન પ્રસંગમાં ફટાકડા પ્રમાણમાં ફોડવાનો નિર્ણય

દીકરીની પેટીમાં રૂપિયા 51, 000થી વધારે રકમ ન ભરવી

લગ્ન પ્રસંગમાં વોનોળા પ્રથા બંધ કરવી

ભોજન સમારંભમાં પૌષ્ટિક આહાર બનાવવો

ભોજન સમારંભમાં પીરસવા ભાડૂતી માણસો ન બોલાવવા

લગ્ન પ્રસંગમાં ડી.જે. પર પ્રતિ બંધ મૂકવા

મરણ પ્રસંગે વરાડના 10 રૂપિયા જ લેવા

બહેનોએ એક પણ રૂપિયાની આપલે કરવી નહી

બારમાના દિવસે રાવણું કરીને કોઈએ જવું નહીં

મરણ પ્રસંગ પછી મરણ પામેલા વ્યક્તિના સગાને ત્યાં ભેગા થવા જવું નહીં

મરણ પ્રસંગમાં દિવો બાળવા માટે સગા વાહલાને બોલાવવા નહિ

પાટ થતાં ચોરીમાં ભાઇ બહેને 1100 રૂપિયાથી વધારે આપવા નહિ, ચોરીમાં આવેલાં રૂપિયા જાહેરમાં ગણવા નહિ

સારા પ્રસંગે પીઠમાં થાપા નહી આપવા ફકત રંગનો છંટકાવ કરવો

ધાનેરાના 54 ગામ ચૌધરી-આંજણા સમાજ દ્વારા તેમના સમાજના વિકાસ અને પ્રગતિ માટે જે 22 મુદ્દાઓનો અમલ કરાયો છે અને તેમાંય યુવાનોને દાઢી રાખવા ઉપર તેમજ લગ્ન પ્રસંગમાં ડી.જે ઉપર પ્રતિબંધ, હોટલમાં જન્મદિવસ ઉજવવા ઉપર પ્રતિબંધ અને વ્યસન ઉપર પ્રતિબંધ મૂક્યો છે અને તેનું કોઈ ઉલ્લંઘન કરે તો દંડની જોગવાઈ કરી છે જેને લઈને બનાસકાંઠા અને મહેસાણાના અન્ય પરગણા અને ગોળના ચૌધરી સમાજના લોકો આ નિર્ણયને આવકારી રહ્યા છે અને તેમના સમાજના ગોળમાં પણ આ નિયમો લાગુ થાય તેમ ઈચ્છા વ્યક્ત કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -