મેક્સિકોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આમાં એક હોટ એર બલૂન હવામાં ઉડી રહ્યું છે અને તેમાં અચાનક આગ લાગી ગઈ. આ દરમિયાન કેટલાક લોકો પોતાનો જીવ બચાવવા માટે બલૂનમાંથી નીચે કૂદતા જોવા મળે છે. સ્થાનિક સરકારે જણાવ્યું હતું કે આ ઘટના શનિવાર, 1 એપ્રિલના રોજ મેક્સિકો સિટી નજીક પ્રખ્યાત ટિયોતિહુઆકૈન પુરાતત્વીય સ્થળની નજીક બની હતી. આ અકસ્માતમાં આગ લાગવાથી બે લોકોના મોત થયા હતા.
મેક્સિકો રાજ્ય સરકારે કહ્યું કે, કેટલાક મુસાફરોએ બલૂનમાંથી કૂદકો માર્યો હતો. આ અકસ્માતમાં એક બાળક પણ દાઝી ગયું છે. મૃતકોની ઓળખ 39 વર્ષીય મહિલા અને 50 વર્ષીય પુરુષ તરીકે થઈ છે. આ અકસ્માતમાં એક બાળકનો ચહેરો આગથી સંપૂર્ણ રીતે દાઝી ગયો છે. આ સાથે તેના જમણા પગમાં પણ ફ્રેક્ચર થયું છે.
Mexico 🇲🇽
! Breaking news!🚨🚨
Saturday, April 01, 2023, in the morning hours.
a hot air balloon catches fire and collapses in Teotihuacan, 2 people are reportedly dead.
The events occurred this morning in the vicinity of the Pyramid of the Sun and the area was cordoned off. pic.twitter.com/DlzJdv2oHH
— Lenar (@Lerpc75) April 1, 2023
અકસ્માત સંબંધિત વધુ માહિતી
હાલ એ સ્પષ્ટ નથી થયું કે હોટ એર બલૂનમાં કેટલા મુસાફરો હતા. માહિતી મુજબ, એર બલૂનમાં આગ લાગતાની સાથે જ ઘણા પ્રવાસીઓ તેમાંથી કૂદી પડ્યા હતા. જો કે, હોટ એર બલૂનમાં આગ કેવી રીતે લાગી તે અંગે પણ હાલ કોઈ માહિતી નથી. પરંતુ, સ્થાનિક પોલીસ દ્વારા આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. જણાવી દઈએ કે, મેક્સિકોમાં ટિયોતિહુઆકૈન એક લોકપ્રિય પર્યટન સ્થળ છે.

