મોરબી સેશન્સ કોર્ટ દ્વારા જયસુખ પટેલની જામીન અરજી રદ કરવામાં આવી છે. જયસુખ પટેલની રેગ્યુલર જામીન અરજી રદ કરી દેવામાં આવી છે. અગાઉ પણ જામીન અરજી જયસુખ પટેલની રદ કરવામાં આવી હતી. મોરબી સેશન્સ કોર્ટે બન્ને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આ નિર્ણય લીધો છે.
મોરબી ઝૂલતો પુલ દુર્ઘટના કેસમાં ઓરેવા ગ્રૂપના એમડી જયસુખ પટેલે મોરબી કોર્ટમાં રેગ્યૂલર જામીન અરજી કરી હતી. જે મામલે અગાઉ થયેલી સુનાવણી બાદ આજે જામીનને લઈને સુનાવણી થઈ હતી. જેમાં આ અરજી રદ કરવામાં આવી હતી. બચાવ પક્ષ અને સરકારી વકીલે સામસામી દલીલો કરી હતી. જે સાંભળી જામીન અરજી પરનો હુકમ અગાઉ બાકી રખાતા આજે આ મામલે સુનાવણી કોર્ટ દ્વારા કરવામાં આવતા હજુ વધુ જયસુખ પટેલને જેલમાં રહેવું પડશે.
મોરબી સેશન્સ કોર્ટની અરજી પહેલા જયસુખ પટેલની તબિયત પણ ખરાબ થઈ હતી ત્યારે તેમણે તત્કાલિક હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. મોરબી ઝૂલતા પુલ કેસના આરોપી જયસુખ પટેલને સારવાર આપવામાં આવી હતી. જામીન અરજી પર સુનાવણી પહેલા તેમની તબિયત થોડી લથડી હતી. જો કે, આજે ફરી જામીન અરજી મામલે સુનાવણી થતા રેગ્યુલર જામીન અરજી રદ કરવામાં આવી છે.
મોરબી દૂર્ઘટનામાં ઓરેવા કંપની તરફથી સમારકામ કરાતા બ્રિજ ખુલ્લો મુકાયો હતો ત્યાર બાદ આ બ્રિજ તૂટી પડતા ગોઝારી ઘટનામાં 135 જેટલા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. ત્યારે આ મામલે જયસુખ પટેલનું પણ ચાર્જસીટમાં નામ ઉમેરાતા જેલ હવાલે કરાયા હતા. ત્યારે આ મામલે જામીન અરજી મોરબી સેશન્સ કોર્ટમાં કરી હતી.

