યોગએ આપણી ભારતીય સંસ્કૃતિની દેન છે. પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી એક અમૂલ્ય ભેટ એવી “યોગ વિદ્યા” ને વિશ્વ ફલક ઉપર લાવવા તથા માનવજાતને આરોગ્ય, સુખાકારી અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી ૨૧મી જુન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવાનું નક્કી કરેલ હોય અને “આઝાદી કા અમૃત મહોત્સવ” અંતર્ગત ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય અને આર્ટ ઓફ લીવીંગના સંયુક્ત ઉપક્રમે તેમજ, રમત ગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ તથા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ગાંધીનગર દ્વારા યોગના પ્રચાર-પ્રસાર અર્થે તેમજ યોગ અંગે જાગૃત્તિ લાવવાના હેતુથી “ હર ઘર ધ્યાન “ યોગ કાર્યક્રમનું આયોજન કરાયું હતું.
સમગ્ર રાજ્યમાં યોગનો વ્યાપ વધે, લોકો યોગ કરતા થાય અને યોગ અંગેનો માહોલ ઉભો થાય અને લોકો નીરોગી રહે, દરેક નાગરીકને સ્વસ્થ જીવનશૈલી પ્રાપ્ત થાય તે હેતુથી “ હર ઘર ધ્યાન કાર્યક્રમ-૨૦૨૩” અંતર્ગત યોગ સાધકો દ્વારા ગાંધીનગર જિલ્લામાં માણસા ખાતે તેમજ ગાંધીનગર મહાનગરપાલિકા, ધ-૪ ગાર્ડન ખાતે “ હર ઘર ધ્યાન “ નું આયોજન કરવામાં આવેલ હતું.
આ કાર્યક્રમ અથવા યોગ વિષયક વધુ માહિતી માટે જિલ્લા રમત ગમત અધિકારીની કચેરી, ‘સી’ વિંગ, છઠ્ઠો માળ, સહયોગ સંકુલ, ગાંધીનગર ખાતે કચેરી સમય દરમ્યાન સંપર્ક કરવાનો રહેશે.

