30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

ફરાર અમૃતપાલ કરી રહ્યો છે જલસા? નવી પાઘડી, ચશ્મા અને હાથમાં કોલ્ડડ્રીંક સાથે જોવા મળ્યો, મિત્ર પણ હતો


‘વારિસ પંજાબ દે’ના ચીફ અને ખાલિસ્તાન તરફી અમૃતપાલ સિંહ ફરાર છે અને પંજાબ પોલીસ તેની શોધમાં છે. આ દરમિયાન તેની એક નવી તસવીર સામે આવી છે, જેમાં તે તેના મિત્ર સાથે કોલ્ડ ડ્રિંક પીતો જોવા મળી રહ્યો છે. આ ફોટોમાં અમૃતપાલે નવી સ્ટાઈલની પાઘડી પહેરી છે અને તેની દાઢી પહેલા કરતા ટૂંકી છે. આ સિવાય તેણે ચશ્મા પહેર્યા છે અને તેના હાથમાં કોલ્ડ ડ્રિંક છે. નોંધપાત્ર વાત એ છે કે અગાઉ અમૃતપાલ ભિંડરાવાલેની શૈલીમાં વાદળી પાઘડી પહેરતો હતો. તસવીરમાં અમૃતપાલ સાથે જે મિત્ર દેખાય છે તેનું નામ પપ્પલ પ્રીત સિંહ છે.

જણાવી દઈએ કે વારિસ પંજાબ દેનો ચીફ અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે અને પોલીસ તેને ઘણા રાજ્યોમાં શોધી રહી છે. એવા અહેવાલો પણ મળી રહ્યા છે કે અમૃતપાલ સિંહ પોતાનો વેશ બદલીને પોલીસને ચકમો આપી રહ્યો છે. હાલમાં જ હરિયાણાના શાહાબાદથી એક મહિલા બલજીત કૌરની ધરપકડ કરવામાં આવી હતી. અમૃતપાલ સિંહ પટિયાલામાં બલજીત કૌરને ત્યાં રહ્યો હતો અને ત્યાં તેણે તેના મોબાઈલ ફોનથી લાંબી વાતચીત કરી હતી.

કોડ વર્ડમાં વાત કરે છે અમૃતપાલ સિંહ 

અમૃતપાલ સિંહ તેના સાથી પપ્પલપ્રીત સાથે 19 માર્ચે હરિયાણામાં કુરુક્ષેત્રના શાહાબાદમાં બલજીત કૌરના ઘરે આવ્યો હતો. તેણે બલજીત કૌરને સ્લિપ પર મોબાઈલ નંબર લખીને આપ્યો હતો, જેના પર તેને ત્યાં પહોંચ્યા પછી ફોન કરીને કોડ વર્ડનો ઉપયોગ કરવાનું કહ્યું હતું. કોડ વર્ડ હતો કે બુઆ જી હું રીનુ બોલ રહી હૂં, સ્કૂટી ખડી હૈ, ચાબી મેટ કે નીચે હૈ. તેમના કહેવા પ્રમાણે, બલજીત કૌરે એવું જ કર્યું હતું. બલજીત કૌરે જણાવ્યું કે જ્યારે સામેથી બોલી રહેલી મહિલાએ તેને કહ્યું કે તે રોકાય અને તેને મળીને જાય, તો બલજીત કૌર તેને મળ્યા વગર જ પછી આવી ગઈ હતી.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -