પ્રાંતિજના વદરાડ ખાતે પટેલ માસુમ કુમાર રતિલાલના ખેતરોમાં તૈયાર થયેલા પાક મા તેમના ખેતર ઉપરથી પ્રસાર થતી વીજલાઈનમાંથી તણખલા ખરતા ઘઉના ખેતરોમાં આગ પકડાઈ હતી. તો જોતજોતામાં આગે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા ખેતરમાં રહેત તૈયાર થયેલો ઘઉનો પાક બળી ગયો હતો જેમા પટેલ માસુમ કુમાર રતિલાલ ના ખેતરમા પૌણા વિઘા ઘઉ જેની અંદાજિત કિંમત-૨૦,૦૦૦ થી વધુ નુ નુકસાન થયુ હતુ.આગમા ઘઉ બળી ને સ્વાહા થઈ ગયાં હતાં.આગ લાગતા આજુબાજુમાથી લોકો દોડી આવ્યા હતા અને પાણીનો મારો ચાલુ કર્યો હતો. પાણી ના મારાને લઈને પાસે આવેલા અન્ય ખેડૂતોના ઘઉ બચી ગયાં હતાં. તો ખેડૂતો દ્વારા પ્રાંતિજ વીજતંત્રમાં અનેકવાર રજુઆતો કરવા છતા વીજકંપની દ્વારા કોઇ પગલાં ના લેવાતાં હાલતો ઘઉનો તૈયાર થયેલો પાક ખેડૂતોના હાથમાં આવેલો કોળીયો વીજતંત્રના પાપે છીનવાઇ ગયો છે.
આગના સમાચાર વાયુવેગે ગામમાં તથા આજુબાજુના ગામોમાં વાયુવેગે પ્રસરી જતાં લોકોના ટોળી ટોળા ખેતરોમાં દોડી આવ્યા હતાં.પ્રાંતિજ વિજકચેરીને જાણ કરતા પ્રાંતિજ વિજકચેરીનો સ્ટાફ પણ તાત્કાલિક ધટના સ્થળે દોડી આવ્યો હતો. હવે જોવાનું એ રહ્યું કે સરકાર કે વીજકંપની દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનની રકમ ભરપાઇ કરી આપવામાં આવશે કે કેમ એ તો હવે જોવું રહ્યું

