30.7 C
Ahmedabad
Tuesday, March 3, 2026

કિ.મી.વગરના દિશા સૂચક બોર્ડમાં પ્રજાના પૈસાના ગામના નામમાં છબરડા કરતું તંત્ર..(ઈજારદાર )


કિ.મી.વગરના દિશા સૂચક બોર્ડમાં પ્રજાના પૈસાના ગામના નામમાં છબરડા કરતું તંત્ર..(ઈજારદાર )… !! પ્રજાના પૈસે તાગડધિન્ના કરતા ભ્રષ્ટ નેતાઓ,અધિકારીઓ,કર્મચારીઓ અને કહેવાતા જાડી ચામડીના પદાધિકારીઓ પછી સરકારમાં કોઈપણ પક્ષની સત્તા હોય,પ્રજાને લૂંટવામાં એટલે કે જેની લાઠી એની ભેંસ ( સિધ્ધાંત અને નિષ્ઠા કોનામાં કેટલી છે તે જલ્દી ખ્યાલ ન આવે..!!).રાજકારણનો ઉપયોગ સારા કામો કરવા માટે થાય તો તો વધુ સારું કહેવાય પણ દુરુપયોગ થાય તો જાહેર કામો કેવા થાય છે તે પ્રજા જાણે છે છતાં સત્તા આગળ શાણપણ નકામું એવું લાગતું હોય છે અથવા બોલાતું હોય છે…!!

વાહ ડબલ એન્જીન ની ગુજરાત સરકારમાં છબરડા કરવા ઈતો રમત વાત થઈ ગઈ છે.પ્રસ્તુત તસવીરમાં દેખાય રહેલા બોર્ડમાં અલગ – અલગ ૬ ગામના નામમાં સાચું નામ સાજણટીંબા ને બદલે સાજણદીવા અને અકાળા ને બદલે ચીકાળા લખીને લોકોની મજાક ઉડાડવામાં આવી છે…!! બોર્ડ મુકવામાં આવે તે પહેલા જોઈને મૂકવા જોઈએ.. આ બોર્ડમાં રહેલી ભૂલે સુધારવામાં આવે એવી સબંધિત તંત્રને અતુલ શુક્લે જાણ કરી છે.


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -