26.6 C
Ahmedabad
Friday, March 6, 2026

સુરત- રખડતા શ્વાનના કારણે 6 વર્ષના માસૂમે ગુમાવ્યો જીવ, સુરતમાં આ બીજી ઘટના


સુરતમાં શ્વાન કરડવાના કારણે વધુ એક બાળકનું મૃત્યું થયું છે. રખડતા શ્વાનનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. ભેસ્તાના 6 વર્ષના બાળકનું મોત શ્વાનના કરડવાથી થયું છે. પરીવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે. સુરતની અંદર સતત શ્વાનનો આતંક યથાવત રહ્યો છે કેમ કે, અગાઉ પણ એક બાળકનું મોત શ્વાનના કરડવાથી થયું હતું.

રખડતા શ્વાને બાળકનો જીવ લેતા અનેક સવાલો મનપાની કામગિરી પણ પણ થઈ રહ્યા છે વારંવારની આ સમસ્યા છતાં પણ રખડતા શ્વાન મામલે કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. 6 વર્ષમાં બાળકને ક્લિનિકમાં સારવાર અપાયા બાદ સિવિલમાં રીફર કરાયું હતું.

ક્યાં સુધી માસુમોના જીવ રખડતા શ્વાનના કારણે જશે તેને લઈને સવાલો છે. રહીશો ત્રાહીમ છતાં પણ શ્વાનને કેમ પકડવામાં નથી આવતા. આ મામલે બાળકો ભોગ બની રહ્યા છે. સુરતમાં વધુ એક માસુમ ભોગ બનતા ફરી સવાલો ઉભા થયા છે. મનપાની કામગિરી સામે પણ સવાલો ઉભા થયા છે.

ફેબ્રુઆરી મહિનામાં બાળકી બની હતી ભોગ 

સુરતમાં બાળકીને રખડતા શ્વાનના ટોળાએ કરડતા તેનું મોત નિપજ્યુ હતું. હોસ્પિટલમાં ત્રણ દિવસથી બાળકી સારવાર હેઠળ હતી પરંતુ એટલા બધા બચકા ભર્યા હતા કે આ માસુમ તેની સામે બચી શકી નહોતી અને તેનું પ્રાણ પંખેરું વિખેરાઈ ગયું હતું. રખડતા કૂતરાના સામૂહીક ટોળાએ બચકા ભરતા તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.

(ફાઈલ તસવીર)


Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -